રવિન્દ્ર જાડેજા કે વિરાટ કોહલી જ નહિ પરંતુ આ 11 ખિલાડીઓની ઘરે લક્ષ્મી માતા પધાર્યા છે, જુઓ
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી એક દીકરીના પિતા બની ગયા છે. વિરાટ કોહલી ઉપરાંત ભારતીય ટીમના કેટલાક એવા ખેલાડી છે જેઓ દીકરીના પિતા છે.
1.વામિકા (વિરાટ કોહલી – અનુષ્કા શર્મા) ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી એક દીકરીના પિતા બની ગયા છે. તેમની પત્ની અને બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ 11 જાન્યુઆરી 2021ના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. આ વાતની જાણકારી કોહલીએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. અનુષ્કા અને વિરાટની દીકરીનું નામ વામિકા છે.
2.જીવા ધોની (મહેન્દ્ર સિંહ ધોની – સાક્ષી ધોની) ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ એક દીકરીના પિતા છે. તેમની દીકરીનું નામ જીવા ધોની છે. ભારતને વર્લ્ડ કપ જીતાડનાર ધોનીએ વર્ષ 2010માં સાક્ષી સાથે લગ્ન કર્યા હતા. આ કપલ વર્ષ 2015માં એક દીકરીના પેરેન્ટ્સ બન્યા હતા.
3.સારા તેંદુલકર (સચિન તેંદુલકર – અંજલિ તેંદુલકર) દુનિયાના સૌથી મહાન બેસ્ટમેનમાંના એક અને ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર સચિન તેંદુલકર પણ એક દીકરીના પિતા છે. તેનું નામ સારા તેંદુલકર છે. સારા હાલ 23 વર્ષની છે. સોશિયલ મીડિયા પર તે ખૂબ જ પોપ્યુલર છે. સારા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
4.સમાયરા (રોહિત શર્મા – રિતિકા સજદેહ) ટીમ ઇન્ડિયાના હિટમેન રોહિત શર્માએ વર્ષ 2015માં રિતિકા સજદેહ સાથે લગ્ન કર્યા હતા. રોહિત અને રિતિકાના ઘરે વર્ષ 2018માં દીકરીનો જન્મ થયો હતો. તેનું નામ સમાયરા શર્મા છે.
5.ગ્રેસિયા (સુરેશ રૈના – પ્રિયંકા ચૌધરી) ભારતીય ટીમના પૂર્વ ખેલાડી સુરેશ રૈનાએ વર્ષ 2015માં મેરઠ રહેવાસી પ્રિયંકા ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2016માં તેમના ઘરે એક દીકરીનો જન્મ થયો હતો. તેનું નામ ગ્રેસિયા રૈના છે.
6.અદિતિ (ચેતેશ્વર પૂજારા – પૂજા પાબરી) ટેસ્ટમાં બેસ્ટ કહેવાતા ટીમ ઇંડિયાના બેસ્ટમેન ચેતેશ્વર પૂજારા અને તેમની પત્ની પૂજા પણ એક દીકરીના પેરેન્ટ્સ છે. તેનું નામ અદિતિ છે.
7.આર્યા (અજિંકય રહાણે – રાધિકા રહાણે) અજિંકય રહાણે અને તેમની પત્ની રાધિકા બંને એક દીકરીના પેરેન્ટ્સ છે. અજિંક્ય રહાણે પણ આ લિસ્ટમાં સામેલ છે.
8.નિધયાના (રવિન્દ્ર જાડેજા – રીવા સોલંકી) ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉંડર રવિન્દ્ર જાડેજા પણ એક દીકરીના પિતા છે. તેનું નામ નિધયાના છે. રવિન્દ્ર જાડેજાની પત્નીનું નામ રિવા સોલંકી છે.
9.આધ્યા અને અખીરા (રવિચંદ્રન અશ્વીન – પ્રિતી) ભારતીય ટીમના ખાસ સ્પીનર આર અશ્વીન બે દીકરીઓના પિતા છે. તેમની એક દીકરીનું નામ આધ્યા છે અને બીજી દીકરીનું નામ અખીરા છે.
10.અજન (ગૌતમ ગંભીર – નતાશા) ટીમ ઇંડિયાના પૂર્વ સલામી બેસ્ટમેન ગૌતમ ગંભીર એક દીકરીના પિતા છે. તેમની દીકરીનું નામ અજન ગંભીર છે.
11.હિનાયા હીર (હરભજન સિંહ – ગીતા બસરા) ભારતીય ક્રિકેટર હરભજન સિંહ ભલે હવે ટીમ તરફથી રમી રહ્યા નથી પરંતુ હાલમાં જ આઇપીએલમાં તેમની ટીમે ત્રીજીવાર ખિતાબ જીત્યો છે. હરભજન એક દીકરીના પિતા છે. તે ઘણીવાર તેમની દીકરી સાથે સમય વીતાવે છે. તેમની દીકરીનું નામ હિનાયા હિર છે.