કોઈ બોક્સર તો કોઈ BJP નેતા, જાણો શું કરે છે આ પ્રખ્યાત ભારતીય ક્રિકેટરોની પત્નીઓ…

બોલિવૂડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે આ ક્રિકેટરોની પત્નીઓ, જુઓ…

એવું કહેવાય છે ને કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે તે સાચી જ કહેવત છે. આપણા ભારતીય ક્રિકેટરોની સુંદર પત્નીઓ તેમના પતિની પાછળ એક મજબૂત ઢાલની રીતે હંમેશા સાથ આપ્યો છે.

આપણા ક્રિકેટરો દેશ માટે જે પણ કરી શક્યા છે તેમાં પત્નીઓનું ત્યાગ, બલિદાનનો તેમાં બહુ મોટો હાથ છે. પરંતુ તેમને ફક્ત ક્રિકેટરોની પત્નીઓ કહેવું ખોટું હશે કારણ કે આ બધી સુંદર પત્નીઓ પોતપોતાની ફિલ્ડમાં સફળતાની સીડી ચડી ગઈ છે. આજે અમે તમને એવા કેટલાક ભારતીય ક્રિકેટરોની પત્નીઓ વિશે જણાવીશું, જેઓ ફક્ત સુંદર પત્નીઓ જ નથી, પરંતુ સફળ બિઝનેસ મહિલાઓ પણ છે.

1.વિરાટ કોહલી :  જ્યારે વાત થતી હોય ક્રિકેટરોની સુંદર પત્નીઓની ત્યારે પહેલું નામ જે ધ્યાનમાં આવે છે તે વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા છે. વિરાટ સાથે લગ્ન કરતા પહેલા એક સફળ અભિનેત્રી બની ગઈ હતી. તેને ભારતીય ક્રિકેટની પ્રથમ મહિલા પણ કહેવામાં આવે છે. અનુષ્કાએ તેની ફિલ્મી કરિયરની શરૂઆત બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન સાથે કરી હતી. જે બાદ તેણે ઈન્ડસ્ટ્રીને ઘણી હિટ ફિલ્મો આપી. ફિલ્મોમાં અભિનયની સાથે સાથે તેણે પોતાનું એક પ્રોડક્શન હાઉસ પણ શરૂ કર્યું જે અંતર્ગત તેણે ‘એનએચ ૧૦’, ‘ફીલૌરી’ અને ‘પરી’ જેવી ફિલ્મો બનાવી.

2. રવિન્દ્ર જાડેજા : રિવા સોલંકી અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજા એક પાર્ટી દરમ્યાન મળ્યા હતા. બંનેને મળ્યાનો થોડોક જ સમય થયો હતો ત્યારબાદ લગ્ન કરી લીધા હતા. જણાવી દઇએ કે રિવા સોલંકી ‘ઍટમિયાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ’ રાજકોટથી મિકેનિકલ એન્જિનિયરિંગ કરી છે. રિવા સોલંકી થોડા સમય પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ હતી. ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા પહેલા રીવા સોલંકી ગુજરાતમાં ‘કરણી’ સેનામાં ઉચ્ચ કાર્યકારી રહી ચૂકી હતી.

3. રોહિત શર્મા : ભારતીય બેટ્સમેન રોહિત શર્માની પત્ની રિતિકા સજ્દેહ સ્પોર્ટ્સ મેનેજર છે. રિતિકાએ તેના કઝીન બંટી સચદેવાની કંપની ‘કોર્નસ્ટોનસ્પોર્ટ એન્ડ એન્ટરટેઈનમેન્ટ’માં કામ શરૂ કર્યું હતું. રોહિત શર્માને મળ્યા પહેલા તે હરભજન સિંહ અને યુવરાજ સિંહ જેવા ક્રિકેટરોને જાણતી હતી અને તેમની સાથે સારી મિત્રતા પણ હતી.

4.અજિંક્ય રહાણે : રાધિકા તેના કોલેજના દિવસોથી જ અજિંક્ય રહાણેને ઓળખતી હતી. બંનેએ વર્ષ 2014માં લગ્ન કર્યાં અને કાયમ એકબીજા સાથે રહેવાનું નક્કી કર્યું. લગ્નના થોડા વર્ષો પછી રહાણે ક્રિકેટ જગતમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવવામાં સફળ રહ્યો. હાલમાં રાધિકા ઈન્ટિરિયર ડિઝાઇનિંગની ફિલ્મમાં પોતાનું કરિયર બનાવવા માટે વ્યસ્ત છે.

5. કેદાર જાધવ : ભારતીય ક્રિકેટર કેદાર જાધવની પત્ની અને મહિલા ક્રિકેટર સ્નેહલ જાધવની જોડી ખૂબ જ સુંદર છે. થોડાક જ એવા ક્રિકેટરો છે જેણે ક્રિકેટર સાથે લગ્ન કર્યા છે. તેમાંથી એક કેદાર જાધવ છે. સ્નેહલે મહારાષ્ટ્ર અને પશ્ચિમ ક્ષેત્ર માટે રાજ્ય કક્ષાએ ક્રિકેટ રમી છે. સ્નેહલ તેની રમતને આંતરરાષ્ટ્રીય સ્તરે પોહચી શકી હતી નહિ.

Patel Meet