અમેરિકાના કેલિફોર્નિયામાં ભારતીયને કહ્યું ડર્ટી હિન્દૂ અને ક્રૂર કૂતરો, બે વાર થુક્યું પણ, જુઓ વીડિયો

અમેરિકાના સપના જોનારા આ જોઈ લો….અમેરિકાના કેલિફોર્નિયામાં ભારતીયને કહ્યું ડર્ટી હિન્દૂ અને ક્રૂર કૂતરો, બે વાર થુક્યું પણ, જુઓ વીડિયો

અમેરિકામાં એકવાર ફરીથી ભારતીય-અમેરિકી પર વંશીય હુલમો કરવામાં આવ્યો છે,જેનો વિડીયો પણ સામે આવ્યો છે. અમુક સમય પહેલા જ એક અમેરિકી મહિલા દ્વારા ચાર ભારતીય મહિલાઓની સાથે દુર્વ્યવ્હારનો મામલો સામે આવ્યો હતો, એવામાં એકવાર ફરીથી ભારતીય-અમેરિકી વ્યક્તિ દ્વારા અન્ય વ્યક્તિને ડર્ટી હિન્દૂ, કૃર કૂતરો કહેતા અને તેના પૂર થુંકવાની ઘટના સામે આવી છે.

સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જે ચર્ચાનો વિષય બની ગયો છે.37 વર્ષનો તેજિન્દર સિંહ જે પોતે મૂળ ભારતીય છે, જેને હેટ ક્રાઇમ બ્રાન્ચે ચાર્જ કર્યો છે, તેમણે અન્ય એક જયરામન નામના ભારતીય વ્યક્તિને ડર્ટી હિન્દૂ અને ક્રૂર કૂતરો કહ્યું છે.ઘટનાએ અમેરિકાના કેલિફોર્નિયાની જણાવવામાં આવી રહી છે.વીડિયોમાં તેજિન્દર જયરામનને કહી રહ્યો છે કે,”તું એક હિન્દૂ છે જે ગૌમૂત્રથી ન્હાય છે. ભારતીય લોકો એક મજાક છે, આમને જ જુઓ કેટલો ગંદો દેખાઈ રહ્યો છે”.

તે એવું પણ કહે છે કે,”તું એક ક્રૃર કૃતરો છે, આજ પછીથી પબ્લિકલમાં બહાર ના આવીશ”. આવી રીતે તેજિન્દરે જયરામન સાથે અભદ્રતા કરી અને તેના પર બે વાર થૂંક્યું પણ હતું. આ ઘટના પર પીડિત જયરામને કહ્યું કે,”હું આ ઘટનાથી દુઃખી તો હતો જ સાથે એ વિચારીને ડરેલો હતો કે તે મારાપર હુમલો કરી દે તો? અને અંદરથી હું થોડો ગુસ્સામાં પણ હતો”.

ઘટનામાં પોલીસ ચીફે કહ્યું કે,”અમે હેટ ક્રાઇમ સાથે સંબંધિત ઘટનાઓને ખુબ ગંભીરતાથી લઈએ છીએ, અને અમે જાણીએ છીએ કે આવી ઘટનાઓ આપણા સમાજ પર કેવો પ્રભાવ પાડે છે. આ એકદમ શરમજનક હરકત છે, આપણે અહીં દરેક પ્રકારના સમુદાયોની રક્ષા કરવા માટે છીએ જેમાં કોઈ પ્રકારનો જાતિ, નાગરિકતા ધર્મ વગેરેનો મતભેદ નથી.

Krishna Patel