આ કંપની 20 દિવસમાં બસ દ્વારા ભારતથી લઇ જશે સિંગાપુર, એક ટિકિટ ના છે આટલા રૂપિયા, આ રીતની હશે આ શાનદાર સફર, વાંચો

બસની અંદર મજા કરાવતી આપણે ઘણી ફિલ્મો જોઈ હશે, તો પરિવાર સાથે લાંબા બસ પ્રવાસનું આયોજન પણ ઘણા લોકોએ કર્યું જ હશે. થોડા સમય પહેલા એક કંપની દ્વારા બસ દ્વારા ભારતથી લંડનની સફર યોજવામાં આવી હતી. ત્યારે હવે એક કંપની બસ દ્વારા ભારતથી સિંગાપુરની યાત્રા યોજી રહી છે. (All Photos For Reference Only)

હરિયાણામાં ગુરુગ્રામની એક કંપનીએ જાહેરાત કરી છે કે તે “ઇન્ડિયા ટુ સિંગાપુર” સુધી બસ સેવા શરૂ કરી રહી છે. આ બસ ત્રણ દેશોમાંથી પસાર થઇ જશે. તમે આ શાનદાર બસ યાત્રાનું અનુમાન લગાવી શકો છો.

એડવેન્ચર્સ ઓવરલેન્ડ નામની આ કંપનીએ મણિપુરના ઇંફાલથી શરૂ થવા વાળી આ બસ સેવા માટે લોકોને ટિકિટ બુક કરાવવાનું પણ આમંત્રણ આપી રહી છે. આ બસ 14 નવેમ્બરના રોજ ઈમ્ફાલથી સિંગાપુર જવા માટે રવાના થવાની છે.

પહેલીવાર શરૂ થવા જઈ રહેલી આ અનોખી યાત્રામાં બસ સિંગાપુર જવા માટે રસ્તામાં પહેલા મ્યાંમાર, થાઈલેન્ડ અને મલેશિયા થઈને પસાર થશે. જેના કારણે પ્રવાસીઓ પણ આ ત્રણ દેશોનો આનંદ માણી શકશે.

ભારતથી સિંગાપુર અને સિંગાપુરથી ભારત આવવા જવા માટે માત્ર 20 યાત્રીઓ જ સફર કરી શકશે. કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે બુકીંગ પહેલા આવેલા વ્યક્તિઓને જ મળશે. આ યાત્રા માટે ફક્ત 20 જ સીટ છે. એક તરફતની યાત્રા પૂર્ણ કરવા માટે બસને લગભગ 20 દિવસ જેટલો સમય લાગશે.

એડવેન્ચર ઓવરલેન્ડની વેબસાઈટ અનુસાર આ બસ યાત્રા માટે પ્રતિ વ્યક્તિને 6,25,000 રૂપિયા ચૂકવવા પડશે. જેમાં હોટલ, જમવાનું, સાઇટસીન, વિઝા અને સ્ટેન્ડર્ડ ટુરિસ્ટ વિઝા જેવી ઘણી વસ્તુઓ સામેલ છે. તમને એડવેન્ચર ઓવરલેન્ડના આ પહેલા દિલ્હીથી લંડનની બસ સેવા શરૂ કરવાની યોજનાની જાહેરાત કરી હતી. અને આ દુનિયાની સૌથી લાંબી સડક યાત્રા જણાવવામાં આવી રહી છે.

Niraj Patel