આ બર્ગર નહિ બધા જ બર્ગરનો બાપ છે, આટલું મોટું બર્ગર તમે તમારી લાઈફમાં પહેલા ક્યારેય નહિ જોયું હોય, 35થી 45 કિલો સુધી છે વજન, જુઓ વીડિયો

બર્ગરના શોખીનો જોઈ લો આ બર્ગર, આપણા જ દેશમાં આ ભાઈ એટલું મોટું બર્ગર બનાવે છે કે જોનારાની આંખો પણ થઇ જાય છે ચાર, જુઓ વીડિયો

આપણા દેશમાં ખાણીપીણીના શોખીનો તમને દરેક ગલીમાં મળી જશે. ત્યારે ઘણા ફૂડ મેકર પણ હવે માર્કેટમાં નામ બનાવવા માટે એવી એવી વસ્તુઓ બનાવતા હોય છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. તમે બાહુબલી થાળી, સૌથી મોટી જલેબી અને ઘણી બધી એવી વાનગીઓના વીડિયોને જોયા હશે જે એકલા ખાવી જ અશક્ય બની જાય.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક બર્ગરનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેની સાઈઝ અને વજન જોઈને જ કોઈની આંખો પણ ચાર થઇ જાય. આ વીડિયો પંજાબનો છે અને તેમાં એક વ્યક્તિ 35 કિલો કરતા પણ વધારે વજનનું એક વિશાળકાય બર્ગર બનાવી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ભારતનું સૌથી મોટું બર્ગર છે.

ભારતનો સૌથી મોટો બર્ગર હોવાનો દાવો કરનાર વ્યક્તિનો આ વીડિયો અમૃતસરના ફૂડ બ્લોગર અક્ષયે તેના ઈન્સ્ટાગ્રામ પેજ ‘a_garnish_bowl_’ પર પોસ્ટ કર્યો છે. વિડિયો હોશિયારપુરમાં ‘સિક્સ10 બર્ગર’ રેસ્ટોરન્ટમાં ટેબલ પર એક મોટું બર્ગર બતાવે છે જેમાં કૅપ્શન છે “ભારતનું સૌથી મોટું બર્ગર…”

આ બર્ગર બનાવનાર શેફે જણાવ્યું કે બર્ગરનું વજન 40-45 કિલો જેટલું હોવું જોઈએ. પરંતુ તે ચોક્કસપણે 30 કિલોથી વધુ છે. તે વધુમાં જણાવે છે કે બર્ગરમાં 12 કિલો બન, 16 કિલો શાકભાજી, 5-6 કિલો સોસ, 1 કિલો પનીર અને 5-6 કિલો ટીક્કી ઉમેરવામાં આવી છે. તેણે દાવો કર્યો કે આ માત્ર પંજાબમાં જ નહીં પરંતુ ભારતમાં સૌથી મોટું બર્ગર છે અને તે આવતા વર્ષે તેનાથી પણ મોટું બર્ગર બનાવવા જઈ રહ્યો છે.

આ ઉપરાંત પણ બર્ગર બનાવનારા વ્યક્તિએ તેના સોશિયલ મીડિયામાં પણ આ બર્ગરના કેલતાંક વીડિયો શેર કર્યા છે જેમાં તે બર્ગર અને તેના માટેનો બન બનાવવાની આખી પ્રોસેસ જણાવતો જોવા મળી રહ્યો છે. લોકોને પણ હવે આ વીડિયો ખુબ જ પસંદ આવી રહ્યો છે અને તેના પર સૌ કોઈ પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

Niraj Patel