T20 World Cup માટે ભારતીય ટીમની નવી જર્સી લોન્ચ, જાણો તેની ખાસીયત

ટીમ ઈન્ડિયા યુએઈ અને ઓમાનમાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપ માટે તૈયાર છે. આ વૈશ્વિક ટુર્નામેન્ટને હવે થોડા જ દિવસો બાકી છે. આ ટૂંકા ફોર્મેટનો વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી શરૂ થવાનો છે. ભારતીય ટીમ 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ કરી છે.

બીસીસીઆઈએ ટ્વીટ કરીને નવી જર્સીમાં ટીમ ઈન્ડિયાના દિગ્ગજોની તસવીર શેર કરી છે. આ જર્સીને MVL Sports દ્વારા પહેલાની જેમ જ લોન્ચ કરવામાં આવી છે. BCCI એ લખ્યું છે – હાજર છે Billion Cheers Jersey! જર્સીની પેટર્ન ચાહકોના અબજો ચીઅર્સથી પ્રેરિત છે.

નવી કીટ ઘેરા વાદળી રંગની પેટર્ન સાથે સામે આવી છે. તેમાં નારંગી રંગનું મિશ્રણ છે. કોલર અને નીચલા ભાગ પર નારંગી રંગની લાઈનિંગ આ કીટને ખાસ બનાવી રહી છે. પરંપરાગત નેવી બ્લુને ગયા વર્ષે ડિસેમ્બરમાં બદલવામાં આવી હતી. ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન, ભારતીય ક્રિકેટ ટીમે એક કીટ પહેરી હતી, વાદળી, જે ભારતના 1992 વર્લ્ડ કપ જેવી હતી, જેમા બ્લૂ, લાલ અને સફેદ રંગની પટ્ટીઓ હતી.

ભારતીય ટીમ શરૂઆતના 2007 ટી-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની હતી. વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ ફરી એક વખત ટ્રોફી પર કબજો કરવા મેદાનમાં ઉતરશે. કોહલી છેલ્લી વખત કેપ્ટન તરીકે ટી ​​20માં રમવા મેદાનમાં ઉતરશે.

આગામી ટૂર્નામેન્ટ 2016 પછીનો પ્રથમ ટી 20 વર્લ્ડ કપ હશે. છેલ્લી વખત વેસ્ટ ઇન્ડીઝે ઇંગ્લેન્ડને હરાવીને ટાઇટલ જીત્યું હતું. ભારતે સુપર -10ની ગ્રુપ મેચમાં પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. સેમિફાઇનલમાં ભારતને વિન્ડીઝના હાથે 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતીય સમય પ્રમાણે સાંજે 7.30 વાગ્યાથી ટીમ ઇન્ડિયાની મેચ : ભારતની મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યાથી રમાશે. ટી 20 વર્લ્ડ કપ 2021 ની પ્રથમ સેમીફાઇનલ 10 નવેમ્બરે અબુ ધાબીમાં રમાશે. 11 નવેમ્બરે બીજી સેમિફાઇનલ અને 14 નવેમ્બરે ફાઇનલ દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

ટી20 વર્લ્ડ કપ 2021 માટે ભારતને પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન સાથે ગ્રુપ-2 માં રાખવામાં આવ્યું છે. ક્વોલિફાયર રાઉન્ડ પછી, તેમાં ગ્રુપ બીની વિજેતા ટીમ અને ગ્રુપ એમાં બીજા સ્થાને રહેલી ટીમ સામેલ થશે. બીજી બાજુ, ગ્રુપ -1 માં વેસ્ટ ઇન્ડીઝ, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમો છે. ક્વોલિફાયર તબક્કા પછી, ગ્રુપ A ની વિજેતા ટીમ અને ગ્રુપ B ની રનર્સ અપ ટીમ જોડાઈ જશે.

YC