આ કોઇ એરપોર્ટ નહિ પરંતુ દેશનું પહેલુ AC રેલવે સ્ટેશન છે, તસવીરો જોઇ વિશ્વાસ નહિ થાય
ભારતીય રેલે દેશનું પહેલુ સેંટ્રલાઝ્ડ એસી રેલવે ટર્મિનલ બેંગલુરુમાં તૈયાર કર્યુ છે. તેનું નામ ભારતના સિવિલ એન્જીનિયર સર એમ વિશ્વેશ્વરૈયાના નામ પર રાખવામાં આવ્યુ છે. બેંગલુરુ એરપોર્ટથી પ્રેરણા લઇને બનાવવામાં આવી રહેલ આ ટર્મિનલ લગભગ તૈયાર થઇ ગયુ છે.

છેલ્લા ઘણા સમયમાં ભારતીય રેલે ઘણા બદલાવ કર્યા છે. આ સમયે દેશના રેલ નેટવર્કમાં કેટલીક નવી ટ્રેન જોડાઇ, તેમાંથી કેટલીક સુવિધાઓ મામલે વિદેશી ટ્રેનથી સારી છે. આલીશાન સુવિધાઓ અને નવી ટેકનોલોજી ઉપરાંત દેશના રેલવે સ્ટેશન નવીનીકરણ પર પણ કામ ચાલી રહ્યુ છે.

સેંટ્રલાઇઝ એસી, વીઆઇપી લોજ, હાઇ ક્લાસ વેટિંગ હોલ, ડિજિટલ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ, ફૂડ કોર્ટ, લિફટ આ બધી જ સુવિધા કોઇ એરપોર્ટ નહિ પરંતુ બેંગલુરુના સર એમ વિશ્વેશ્વરૈયા રેલવે સ્ટેશનની છે. સાઉથ વેસ્ટર્ન રેલવેનું કહેવુ છે કે, ટર્મિનલ લગભગ તૈયાર છે. બેંગલુરુના Baiyappanahalli (બૈયાપનહલ્લી) ક્ષેત્રમાં હાજર આ ટર્મિનલમાં એવી ખાસિયત છે જે ઇન્ટરનેશનલ એરપોર્ટ બરાબર છે.

એવું કહેવામાં આવે છે કે, આ સ્ટેશન શરૂ થતા બાદ કેએસઆર બેંગલુરુ અને યશવંતપુર સ્ટેશન પર ભીડ ઓછી થશે. ત્યાંથી કર્ણાટક જિલ્લા માટે ટ્રેન સેવા સારી થઇ શકશે. આ સાથે જ દેશના બધા રાજયોને પણ બેંગલુરુથી સારી રીતે જોડવામાં આવશે.

આ દેશનું પહેલુ રેલવે ટર્મિનલ હશે જે સેંટ્રલાઇઝ્ડ એસીની સુવિધાઓથી સજ્જ છે. તેને બનાવવામાં 314 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. 4200 વર્ગ મીટરમાં ફેલાયેલા આ રેલવે સ્ટેશન પર 50 હજાર લોકોની અવર-જવર થશે.

આ ટર્મિનલ પર એક ફુટ ઓવર બ્રિજ અને બે સબવે પણ છે. જે બધા પ્લેટફોર્મને જોડે છે. આ સ્ટેશન પર 7 પ્લેટફોર્મ છે. આ ઉપરાંત એસ્કેલેટર્સ અને લિફ્ટ્સ પણ છે જે આ પ્લેટફોર્મથી કનેક્ટ હશે.

ખબરો અનુસાર, આ સ્ટેશન લગભગ તૈયાર થઇ ચૂક્યુ છે. તેના લોકાર્પણ માટે માનનીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી અનુરોધ કરવામાં આવ્યો છે. જેવી જ પીએમ મોદીથી તારીખ મળી જશે તેને રાષ્ટ્રને સમર્પિત કરી દેવામાં આવશે.

આ સ્ટેશન પર યાત્રિઓની સુખ સુવિધાઓ માટે એક ખૂબ જ સિસ્ટમેટિક 250 ગાડીઓની ક્ષમતા વાળો પાર્કિંગ વિસ્તાર છે. 900 ટુ વ્હીલર્સ અને 50 ઓટો રિક્ષાના ઊભા રહેવાની પણ વ્યવસ્થા છે.