અરે બાપ રે… 200 કરોડ તિજોરીઓમાં રોકડા ભરેલા, ગણવા માટે મશીનો અને બેગો પણ ખૂટી, ટ્રકમાં ભરીને લઇ જવાયા રૂપિયા, કોંગ્રેસ નેતાના ઘરે પડ્યા ઇન્કમ ટેક્સના દરોડા, જુઓ વીડિયો
Income Tax Raid Found 200 Crore Cash : ઝારખંડથી કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુ આ દિવસોમાં ચર્ચામાં છે. આવકવેરા વિભાગની ટીમે કોંગ્રેસના સાંસદના પરિસરમાં દરોડા પાડ્યા છે. દરોડા દરમિયાન એજન્સીને એટલી રોકડ મળી હતી કે તેની ગણતરી કરવામાં બેથી ત્રણ દિવસનો સમય લાગ્યો હતો. કોંગ્રેસના સાંસદ પાસેથી મળેલી રોકડ બાદ વિપક્ષી પાર્ટીઓના નેતાઓ તેમના પર નિશાન સાધતા જરાય શરમાતા નથી. બીજી તરફ પીએમ મોદીએ પણ આ દરોડાને લઈને કોંગ્રેસને આડે હાથ લીધી છે.
PM મોદીએ કરી પોસ્ટ :
પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરીને ધીરજ સાહુ પર ટિપ્પણી કરી છે. તેમણે પોતાની પોસ્ટમાં સ્માઈલી ઈમોજીનો પણ ઉપયોગ કર્યો છે. PMએ કહ્યું કે “દેશવાસીઓ આ નોટના ઢગલાને જુઓ, અને પછી આ નેતાઓની ઇમાનદારીના ભાષણો સાંભળો” તેમને આ પોસ્ટમાં જ આગળ એમ પણ કહયું છે કે “જનતા પાસેથી જે લૂંટ્યું છે, તેની પાઈ પાઈ પાછી આપવી પડશે, આ મોદીની ગેરેન્ટી છે !”
દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા છે નેતા :
તમને જણાવી દઈએ કે ધીરજ સાહુ એક મોટા ઉદ્યોગપતિ છે અને દારૂ બનાવતી કંપની બલદેવ સાહુ અને ગ્રુપ ઓફ કંપનીઝ સાથે સંકળાયેલા છે. આવકવેરા વિભાગે ઝારખંડ, ઓડિશા અને બંગાળમાં જૂથના 10 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગે બલદેવ સાહુ કંપનીની બોલાંગીર ઓફિસથી 30 કિમી દૂર સાતપુરા ઓફિસ પર દરોડા પાડીને 200 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી છે.
देशवासी इन नोटों के ढेर को देखें और फिर इनके नेताओं के ईमानदारी के ‘भाषणों’ को सुनें… 😂😂😂
जनता से जो लूटा है, उसकी पाई-पाई लौटानी पड़ेगी, यह मोदी की गारंटी है।
❌❌❌💵 💵 💵❌❌❌ pic.twitter.com/O2pEA4QTOj
— Narendra Modi (@narendramodi) December 8, 2023
કરોડો રૂપિયા મળ્યા :
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઓફિસના નવ શેલ્ફમાં નોટોના બંડલ રાખવામાં આવ્યા હતા. 500, 200 અને 100 રૂપિયાની નોટો બંડલમાં રાખવામાં આવી હતી. આટલી મોટી રોકડ મળી આવ્યા બાદ આવકવેરા વિભાગની ટીમે મશીનની મદદથી નોટો ગણીને 157 બેગમાં ભરી હતી.બેગ ઓછી પડી જતાં નોટો બેગમાં ભરીને ટ્રકમાં મૂકીને બેંકમાં લઈ જવામાં આવી હતી.
#WATCH | Odisha: Income Tax conducts raid at the Corporate office of Boudh Distillery Limited, in Khordha, Bhubaneswar. pic.twitter.com/ys3426ou3v
— ANI (@ANI) December 7, 2023