જાણો ભારતમાં કેમ છાપવામાં આવી હતી ઝીરો રૂપિયાની નોટ

ભારતમાં તમે વિવિધ મુલ્યની નોટો જોઈ હશે, જેમા 10 રૂપિયાથી માંડીને 2 હજાર રૂપિયા સુધીની નોટ સામેલ છે. આ બધી નોટો RBI દ્વારા છાપવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય ઝીરો રૂપિયાની નોટ જોઈ છે? આ સાંભળીને તમને કદાચ આંચકો લાગશે કારણ કે ઝીરો રૂપિયાની નોટનું શું કામ પડે, અને તેનું મુલ્ય પણ શું? પરંતુ આ વાત સાચી છે. ભારતમાં ઝીરો રૂપિયાની નોટ પણ છાપવામાં આવી હતી.

આ ઝીરો રૂપિયાના મુલ્યની નોટમાં પણ મહાત્મા ગાંધીની તસવીર છાપવામાં આવી હતી. આ નોટ અન્ય ચલણી નોટ જેવી જ દેખાય છે.  આ ઝીરો રૂપિયાની નોટને આરબીઆઈએ નહોતી છાપી પરંતુ આ નોટને દેશમાં ભ્રષ્ટાચાર સામેની લડાઈના રૂપમાં છાપવામાં આવી હતી.

આ ઝીરો રૂપિયાની નોટ છાપવાનો વિચાર દક્ષિણ ભારતના એક NGO ને આવ્યો હતો. વર્ષ 2007માં ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં એક હથિયાર તરીકે આ ઝીરો રૂપિયાની નોટ છાપવામાં આવી હતી. તમિલનાડુંમાં કામ કરતા આ NGO એ અંદાજે 5 લાખ ઝીરો રૂપિયાની નોટ છાપી હતી. આ નોટને હિન્દી, તેલુગુ, કન્નડ અને મલયાલમ એમ ચાર ભાષામાં છાપવામાં આવી હતી. ત્યારબાદ આ નોટોને લોકોમાં વહેંચી દેવામાં આવી હતી.

આ નોટ પર ભ્રષ્ટાચાર વિરુદ્ધ મેસેજ લખવામાં આવ્યો હતો. તેમા લખ્યું હતું કે, ભ્રષ્ટાચાર ખતમ કરો, જો કોઈ લાંચ માગે છે તો આ નોટ આપો અને આ ઘટના વિશે અમને માહિતી આપો. લાંચ ન આપવાની અને ન લેવાના સોગંધ ખાવ. આ નોટ ઉપર મહાત્મા ગાંધી અને નીચે NGOનો ફોન નંબર અને ઈમેલ એડ્રેસ લખ્યું હતું. NGO જ આ નોટને છાપતી હતી અને લાંચ માગનારા લોકોને અપાતી હતી. જેના કારણે આ ઝીરો રૂપિયાની નોટ ભ્રષ્ટાચાર સામે એક હથિયાર બની ગયું હતું.

આ અભિયાનની શરૂઆત 5મી પિલર સંસ્થાના સ્થાપક વિજય આનંદ દ્વારા કરવામાં આવી હતી. પોતાના સ્વયંસેવકો દ્વારા તેમણે રેલ્વે સ્ટેશનથી લઈને દરેક બજારોમાં શૂન્ય રૂપિયાની નોટો વહેંચી હતી. આ નોટની સાથે લોકોને એક પત્રિકા પણ આપવામાં આવી હતી જેના પર લોકોને જાગૃત કરવા અને તેમના અધિકારોને લગતી માહિતી છાપવામાં આવી હતી.

છેલ્લા પાંચ વર્ષથી 5મી સ્તંભ સંસ્થા દક્ષિણ ભારતની 1200 શાળાઓ કોલેજોની મુલાકાત લઈને લોકોને ભ્રષ્ટાચાર સામે જાગૃત કરી રહી છે. આ માટે 30 લંબાઈની ઝીરો રૂપિયાની નોટ બનાવવામાં આવી હતી જેના પર લોકોની સહી કરાવવામાં આવે છે. તેના પર અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકોએ હસ્તાક્ષર કર્યા છે. આ નોટ પર લખવામાં આવ્યું છે કે હું લાંચ લઈશ નહીં અને આપીશ નહીં.

YC