કરીના કપૂરના સાવકા દીકરાને જુઓ કેવા જલસા છે…ઘણી બધી હોટ છોકરીઓની સાથે નાઈટ પાર્ટી કરવા નીકળ્યા સૈફ- અમૃતાનો નવાબઝાદો, સામે આવ્યો આવો વીડિયો
સૈફ અલી ખાનનો મોટો દીકરો ઇબ્રાહિમ અલી ખાન તેના લુકના કારણે હંમેશા લાઇમલાઇટમાં રહેતા હોય છે. ઇબ્રાહિમ જલ્દી બોલિવૂડમાં ડેબ્યુ કરવાનો છે. જોકે આ બધાની વચ્ચે ઇબ્રાહિમને મુંબઈમાં રાત્રે એક પાર્ટીમાં મલાઈકા અરોરાના પુત્ર અરહાન ખાન સાથે મસ્તી કરતા નજર આવ્યો હતો. જ્યાંનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
સામે આવેલ વીડિયોમાં ઇબ્રાહિમ અને અરહાનનો લુક ખુબ ઈમ્પ્રેસીવ લાગ્યો. વીડિયોમાં જ્યાં ઇબ્રાહિમને બ્લેક ટી શર્ટમાં કેઝ્યુઅલ અને કમ્ફર્ટેબલ લાગ્યો તો અરહાન ખાને એક બ્લેક પ્રિન્ટેડ શર્ટની સાથે બ્લુ બૈગી જીન્સ અને સફેદ સ્નીકર્સ મેચ કર્યું હતું. સામે આવેલ વીડિયોમાં જોઈ શકાય છે કે મુંબઈમાં વરસાદની વચ્ચે આ બંને સ્ટાર કિડ્સ છોકરીઓની વચ્ચે પોઝ આપતા નજર આવી રહ્યો છે.
જણાવી દઈએ કે મલાઈકા અરોરા અને અરબાઝ ખાનનો પુત્ર અરહાન ખાન આ દિવસોમાં યુએસમાં અભ્યાસ કરી રહ્યો છે ત્યાં જ ઇબ્રાહિમ તેની આવનારી ડેબ્યુ ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સમયે ઇબ્રાહિમ કરણ જોહરને તેની આવનારી ફિલ્મમાં આસિસ્ટ કરી રહ્યા છે.
ઇબ્રાહિમ આ ફિલ્મ દ્વારા આસિસ્ટન્ટ ડાયરેક્ટર સ્વરૂપે તેની બોલિવૂડ જર્ની શરુ કરી રહ્યો છે. એક બાજુ જ્યાં ઇબ્રાહિમ તેની ફિલ્મ માટે એક્સાઈટેડ છે તો તેમજ તેના પિતા સૈફ તેની કારકિર્દીને લઈને ખુબ ચિંતા પણ કરે છે. થોડા દિવસો પહેલા એક ઇન્ટરવ્યૂમાં સૈફ અલી ખાને પુત્ર ઇબ્રાહિમ અલી ખાનના ભવિષ્યને લઈને કહ્યું હતું કે તે પણ અન્ય પિતાની જેમ પોતાના પુત્રના ભવિષ્યને લઈને ચિંતામાં રહે છે સાથે જ તે વાત માટે પ્રાર્થના પણ કરે છે કે તેના પુત્રનું ભવિષ્ય ઉજવ્વળ રહે.
View this post on Instagram
ઇબ્રાહિમની આવનારી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ની વાત કરીએ તો આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ લીડ રોલ પ્લે કરતા નજર આવશે. આ બંનેમાં ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી છે. મોટા સિતારોથી સજેલી આ ફિલ્મ 10 ફેબ્રુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.