UPSC ટોપર IAS ટીના ડાબીએ ફરીવાર કર્યા લગ્ન, જાણો કોણ છે હમસફર

IAS ટોપર ટીના ડાબીએ પહેલા લગ્ન કાશ્મીરનાં આમિર સાથે કર્યા હતા પણ છેલ્લે તલાક લેવા પડ્યા, હવે જુઓ કોની સાથે પરણ્યા

વર્ષ 2015ની IAS ટોપર ટીના ડાબી ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. તેણે સોમવારે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની સગાઈની તસવીરો અપલોડ કરીને તેના ચાહકોને આશ્ચર્યચકિત કર્યા. UPSC ટોપર ટીનાએ પોતે ઈન્સ્ટાગ્રામ પર પ્રદીપ ગવાંડે સાથેની તસવીરો શેર કરીને પોતાના નવા જીવન વિશે ખુલાસો કર્યો છે. ટીના ડાબીએ તેના ભાવિ પતિ પ્રદીપ સાથે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. ટીનાની સાથે પ્રદીપ ગવાંડેએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. ટીના ડાબીના ભાવિ પતિ પ્રદીપ ગાવંડે રાજસ્થાન કેડરના 2013 બેચના IAS અધિકારી છે.

હાલમાં તેઓ આર્કિયોલોજી અને મ્યુઝિયમના ડાયરેક્ટરના પદ પર છે.ટીના ડાબીએ અગાઉ 2018માં IAS અતહર ખાન સાથે લગ્ન કર્યા હતા. 2020માં બે વર્ષ પછી, તેઓએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા. અતહર ખાન 2016ની UPSC પરીક્ષામાં બીજો ટોપર હતો. ટીના ડાબી અને તેના વચ્ચે ટ્રેનિંગ દરમિયાન પ્રેમ થયો હતો. વર્ષ 2018માં બંનેના લગ્નની ઘણી ચર્ચાઓ થઇ હતી. લગ્ન પછી, અતહર ખાન રાજસ્થાનમાં નોકરી કરતો હતો, પરંતુ ટીના સાથે છૂટાછેડા પછી તે જમ્મુ-કાશ્મીર કેડર સાથે તેના રાજ્યમાં ગયો હતો.

ટીના ડાબી પોતાના અંગત જીવનની સાથે સાથે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ટીના તેની સુંદરતાના કારણે પણ ચર્ચામાં રહે છે. ટીના ડાબી મૂળ દિલ્હીની છે. ગયા વર્ષે તેની બહેન રિયા ડાબીએ પણ પ્રથમ પ્રયાસમાં UPSC પરીક્ષા પાસ કરી હતી. રિયા યુપીએસસી પાસ કરનાર સૌથી યુવા ઉમેદવારોમાંની એક બની ગઈ છે. તેણે 23 વર્ષની ઉંમરે પરીક્ષા પાસ કરી છે. જણાવી દઈએ કે IAS ટીના ડાબીએ 2013 બેચના IAS ઓફિસર પ્રદીપ ગાવંડે સાથે સગાઈ કરી લીધી છે.

ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરાયેલી તસવીરોમાં ટીના લાલ સાડી પહેરેલી જોવા મળી રહી છે અને તેનો મંગેતર પ્રદીપ લાલ કુર્તો પહેરેલો જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે ટીના ડાબી સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચિત નોકરિયાતોમાંથી એક છે. ઈન્સ્ટાગ્રામ પર તેને 1.4 મિલિયનથી વધુ યુઝર્સ ફોલો કરે છે. ટીના ડાબીએ વર્ષ 2015માં UPSCમાં ટોપ કરીને પહેલીવાર હેડલાઈન્સ બનાવી, ત્યાર બાદ પણ તેનો ટ્રેન્ડ ચાલુ રહ્યો.

Shah Jina