‘રડવાનું નથી બચ્ચા, તને ઠીક કરી દેશે’ આ બોલી પોતે જ હોસ્પિટલમાં ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગી IAS

દર્દથી કણસણતા બાળકને જોઇ ધ્રુસકેને ધ્રુસકે રડી IAS અધિકારી, આંખોમાં આંસુ લઇ ઘાયલ માસૂમને કર્યો વહાલ

ઉત્તર પ્રદેશના લખીમપુર જિલ્લામાં બસ-ટ્રકની ટક્કરમાં ઘાયલોને મળવા આવેલ લખનઉના ડિવિઝનલ કમિશનર IAS રોશન જેકબ એક બાળકની હાલત જોઈને અચાનક રડવા લાગ્યા. જણાવી દઇએ કે, 26 સપ્ટેમ્બરના રોજ જિલ્લાના પોલીસ સ્ટેશન સદર કોતવાલી વિસ્તારના બાજપાઈ ગામમાં ઘરની બહાર રમતા બાળકો પર માટીની દિવાલ પડી હતી. આ અકસ્માતમાં 5 બાળકો દટાયા હતા, જેમાં 2 બાળકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે 1 બાળકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

જ્યારે બાકીના બે બાળકો સારવાર હેઠળ છે. લખનઉના ડિવિઝનલ કમિશનર રોશન જેકબ લખીમપુર ખેરી જિલ્લામાં બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં ઘાયલોની સંભાળ લેવા એમસીએચ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ દરમિયાનનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઇ શકાય છે કે, જેકબ અકસ્માતમાં ઘાયલ બાળકની તબિયત વિશે પૂછપરછ કરે છે અને તેની સારવાર સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચના આપે છે. આ દરમિયાન તે ભાવુક થઈ જાય છે અને રડવા લાગે છે.

યુપી પોલીસના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના નેશનલ હાઈવે 730 પર આવેલા ઈરા બ્રિજ પર થઈ હતી. ધૌરહરાથી લખનૌ જઈ રહેલી બસ વિરુદ્ધ દિશામાંથી આવી રહેલા એક ટ્રક સાથે અથડાઈ હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંનેએ શોક વ્યક્ત કર્યો હતો અને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. રોશન જેકબ જયારે ઘાયલ બાળકની સંભાળ લેવા તેના બેડ પર પહોંચ્યા તો બાળક અને તેની માતા રડવા લાગ્યા. આ જોઈને લખનઉના ડિવિઝનલ કમિશનર રોશન જેકબ પણ પોતાના આંસુ રોકી શક્યા નહીં

અને તે પણ રડવા લાગ્યા. રોશન જેકબે બાળકની પીઠ પર હાથ મૂક્યો અને તેને કહ્યું કે તું જલ્દી સાજો થઈ જઈશ અને અમે તને સાજો કરાવી દઈશું. જે બાદ તેમણે ડીએમને સૂચના આપી કે તરત જ લખનઉમાં સરકારી કે બિનસરકારીમાં બાળકની સારવાર સરકારી સહાયથી થાય અને તેમજ ખાતરી આપી હતી કે બાળકનો પરિવાર કોઈ પૈસા ખર્ચશે નહીં અને રેડક્રોસ સોસાયટી દ્વારા તેમને મદદ કરવામાં આવશે.

Shah Jina