પ્રાઇવેટ તસવીરોને લઇને થઇ બવાલ: બે મહિલા IPS અને IAS વચ્ચેની લડાઇ સોશિયલ મીડિયા પર આવી, પ્રાઇવેટ તસવીરો વાયરલ
કર્ણાટકમાં બે મહિલા અધિકારીઓ વચ્ચે ધમાસાણ મચેલુ છે. IPS અધિકારી ડી રૂપા અને IAS અધિકારી રોહિણી સિંધુરી વચ્ચેની જંગ સોશિયલ મીડિયા પર આવી ચૂકી છે. ડી રૂપાએ રોહિણી સિંધુરી પર આરોપ લગાવ્યો છે કે તે તેની પ્રાઇવેટ તસવીરો પુરુષ અધિકારીઓ સાથે શેર કરી રહી છે. રવિવારે તે સમયે બધા હેરાન રહી ગયા જ્યારે ડી રૂપાએ રોહિણીની કેટલીક પ્રાઇવેટ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધી.
તેણે દાવો કર્યો કે સિંધુરીએ ત્રણ પુરુષ IAS અધિકારીઓને પોતે મોકલી હતી, ત્યાં રોહિણીએ પણ પલટવાર કરી રૂપા પર તેને બદનામ કરવાનો અને ખોટા આરોપ લગાવવાનો દાવો કર્યો. ડી રૂપાએ રોહિણી સિંધુરી પર ઘણા સંગીન આરોપ લગાવ્યા. ડી રૂપાએ રવિવારે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી લખ્યુ- આ રીતની તસવીરો સામાન્ય લાગી શકે છે પણ જો એક મહિલા IAS અધિકારી એક બે કે ત્રણ પુરુષ અધિકારીઓને આવી અનેક તસવીરો મોકલે તો તેનો મતલબ શું છે ?
તેમણે આગળ લખ્યુ- આ તેમનો પ્રાઇવેટ મામલો નહિ હોય, IAS સર્વિસ કંડક્ટ રૂલ્સ અનુસાર આ અપરાધ છે. કોઇ પણ તપાસ એજન્સી આ તસવીરોની વાસ્તવિકતાની તપાસ કરી શકે છે. રોહિણીએ ડી રૂપા પર પલટવાર કરતા કહ્યુ કે તે તેને બદનામ કરવા માટે જૂઠ્ઠા આરોપ લગાવી રહી છે. રોહિણીએ કહ્યુ કે, તે કાનૂની કાર્યવાહી કરશે.
તેણે કહ્યુ- મને બદનામ કરવા માટે સોશિયલ મીડિયા અને વોટ્સએપ સ્ટેટસથી મારી તસવીરોના સ્ક્રીનશોટ લેવામાં આવ્યા છે. જેમ કે, તેણે દાવો કર્યો કે મેં આ તસવીરો કેટલાક અધિકારીઓને મોકલી છે, હું તેમના નામનો ખુલાસો કરવાનો આગ્રહ કરુ છુ. રોહિણી સિંધુરી કર્ણાટક કૈડર 2009 બેચની IAS અધિકારી છે.
તે મૂળરૂપથી આંધ્રપ્રદેશની રહેવાસી છે. તે અત્યાર સુધી ઘણા પદો પર કાર્ય કરી ચૂકી છે. આ સમયે તે હિંદુ ધાર્મિક સંસ્થાનો અને ધર્માર્થ બંદોબસ્તી વિભાગના આયુક્ત તરીકે કામ કરી રહી છે. જ્યારે ડી રૂપા કર્ણાટક હસ્તશિલ્પ વિકાસ નિગમમાં એમડીના રૂપમાં કાર્ય કરી રહી છે.