UPSCમાં 5-5 વાર થઇ નાપાસ, છતાં પણ હાર ના માની દેશની આ દીકરીએ, આજે IAS બનીને નામ કર્યું રોશન, જુઓ સફળતાની કહાની

વારંવાર નિષ્ફળતા છતાં પણ હાર ના માની, છઠ્ઠી વાર પ્રયાસ કરીને બની ગઈ IAS, ખુબ જ પ્રેરણાત્મક છે આ દીકરીની કહાની

દર વર્ષે લાખો ઉમેદવારો ભારતીય વહીવટી સેવામાં પ્રવેશ મેળવવા માટે પરીક્ષા આપે છે. IAS બનવાનું સપનું પૂરું કરવા માટે તેઓ સખત મહેનત કરે છે, પરંતુ માત્ર થોડા ઉમેદવારોને જ સફળતા મળે છે. જોકે કેટલાક ઉમેદવારો આવતા વર્ષે ફરી વધુ તૈયારી સાથે પરીક્ષા આપશું એવું વિચારી પ્રયાસ કરતા રહે છે. આવી જ રીતે એક યુવતીએ પણ IAS બનવાનું સપનું જોયું હતું. પોતાનું સપનું સાકાર કરવા તેણે નોકરી પણ છોડી દીધી.

યુપીએસસીની પરીક્ષા આપી પરંતુ પરીક્ષા પણ પાસ કરી શક્યા નહીં. ફરી પ્રયાસ કર્યો, પણ નિરાશા હાથ લાગી. ત્રીજી વખત ફરી વધુ તૈયારી સાથે પરીક્ષા આપી પરંતુ આ વખતે પણ નાપાસ થઇ. એક-બે-ત્રણ નહીં, પાંચ વખત આ છોકરી ફેલ થઈ. જ્યારે લોકો વારંવાર નિષ્ફળતા મેળવે છે તો સફળ થવાની આશા ગુમાવે છે ત્યારે આ છોકરીએ IAS બનવાનું પોતાનું સપનું સાકાર કર્યું અને અંતે જીત જોશ, સપના અને જુસ્સાની હતી.

સંઘર્ષની આ વાર્તા IAS નમિતા શર્માની છે. નમિતા શર્મા દિલ્હીની રહેવાસી છે. નમિતાના પિતા દિલ્હી પોલીસમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર છે અને માતા ગૃહિણી છે. નમિતાના પરિવારમાં માતા-પિતા ઉપરાંત એક ભાઈ પણ છે. પરિવાર હંમેશા નમિતાને પ્રોત્સાહિત કરતો. નમિતાનું પ્રારંભિક શિક્ષણ દિલ્હીમાં જ પૂર્ણ થયું, ત્યારબાદ તેણે દિલ્હીની આઈપી યુનિવર્સિટીમાંથી બીટેક કર્યું અને એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. કેમ્પસ સિલેક્શનમાં નમિતાને નોકરી મળી ગઈ. જે બાદ તેણે IBMમાં કામ કરવાનું શરૂ કર્યું.

પણ નમિતા પોતાની નોકરીથી સંતુષ્ટ ન હતી. તેને વહીવટી સેવામાં જવાનું હતું. તેથી મુંબઈમાં બે વર્ષ કામ કર્યા બાદ તેણે નોકરી છોડીને યુપીએસસીની તૈયારી કરવાનું નક્કી કર્યું. પણ નમિતાની મંઝિલ આસાન ન હતી. નમિતા સતત ચાર વખત પૂર્વ પરીક્ષામાં નાપાસ થઈ હતી. આ પછી પણ નમિતાએ પોતાનો ઉત્સાહ જાળવી રાખ્યો.

પાંચમી વખત નમિતાએ ફરીથી યુપીએસસીની પરીક્ષા આપી અને આ વખતે ઇન્ટરવ્યુ રાઉન્ડમાં પહોંચી. પરંતુ અંતિમ યાદીમાં તેનું નામ ન આવતાં તે ફરીથી નિરાશ થઇ. તે વ્યક્તિનો સંકલ્પ કે જુસ્સો જ હોઈ શકે કે વારંવાર હાર્યા પછી પણ તે દિલથી હાર માની લેતો નથી. તેણે ફરી એકવાર પરીક્ષા આપી અને આ વખતે નમિતાએ ઓલ ઈન્ડિયા રેન્ક 145 મેળવ્યો અને આખરે તેનું આઈએએસ ઓફિસર બનવાનું સપનું પૂરું થયું.

નિષ્ફળતા એ સફળતાનો એક ભાગ છે અને જીવનનો અભિન્ન ભાગ છે. હાર અને નિષ્ફળતાના ડરથી આપણે આપણું સ્વપ્ન છોડવું જોઈએ નહીં અને પ્રયાસ કરતા રહેવું જોઈએ. નમિતાએ પણ તેના છઠ્ઠા પ્રયાસમાં UPSC પરીક્ષા પાસ કરી અને 145મો રેન્ક મેળવ્યો. તેણીએ ક્યારેય હાર ન માની અને તેની નિષ્ફળતાઓ પર કામ કરવાનું ચાલુ રાખ્યું.

તેણે ક્યારેય વિચાર્યું નથી કે સમાજ તેના વિશે કે તેની ઉંમર વિશે શું વિચારશે. તેણી તેના લક્ષ્ય સુધી પહોંચે ત્યાં સુધી તે પ્રયાસ કરતી રહી. તમામ ઉમેદવારોએ નમિતાની ક્યારેય હાર ન માનવાની ભાવનામાંથી પ્રેરણા લેવી જોઈએ.

Niraj Patel