ડોક્ટરથી IAS ઓફિસર બની મુદ્રા ગેરોલા, લુકમાં નથી કોઇ મોડલથી કમ…સક્સેસ સ્ટોરી જાણી તમને પણ થશે ગર્વ

પિતાનું ટૂટી ગયુ હતુ IAS બનવાનું સપનું, દીકરીએ ડોક્ટરી છોડી બે વાર ક્રેક કરી UPSC પરીક્ષા

IAS Mudra Gairola Success Story : “લહેરો સે ડર કર નૌકા પાર નહિ હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહિ હોતી!” આ પંક્તિ જરૂર બધાએ સાંભળી જ હશે. આ બાળપણથી જ આપણને બધાને સંભળાવવામાં આવે છે જેથી આપણે જીવનમાં આવતી સમસ્યાઓનો હિંમતપૂર્વક સામનો કરી શકીએ અને કોઈપણ સંજોગોમાં હાર ન માનીએ.

જે લોકો આ સિદ્ધાંતને અનુસરે છે તેઓ ઘણીવાર લોકો માટે મિસાલ બની જાય છે. ત્યારે હાલમાં આવી જ કહાની સામે આવી છે, જે IAS ઓફિસર મુદ્રા ગેરોલાની છે. તેમની મહેનત અને સમર્પણે માત્ર તેમના પરિવારનું જ નહીં પણ સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે. IAS ઓફિસર મુદ્રા ગેરોલા ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના કર્ણપ્રયાગની રહેવાસી છે. જો કે હાલમાં તેનો પરિવાર દિલ્હીમાં રહે છે.

તે બાળપણથી જ ખૂબ જ હોશિયાર છે. તેમણે ધોરણ 10માં 96% અને ધોરણ 12મા 97% માર્ક્સ મેળવ્યા હતા. મુદ્રાએ 12મું પાસ કર્યા બાદ મુંબઈની મેડિકલ કોલેજમાં BDS એટલે કે ડેન્ટલમાં એડમિશન લીધું અને ગોલ્ડ મેડલ જીત્યો. તે પછી દિલ્હીમાં તેણે MDSમાં એડમિશન લીધું. જો કે, મુદ્રાના પિતા ઈચ્છતા હતા કે તે આઈએએસ ઓફિસર બને અને મુદ્રાએ પિતાની વાતને ધ્યાનમાં રાખી ડોક્ટરી છોડી દીધી અને UPSC પરીક્ષા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

વર્ષ 2018માં મુદ્રાએ પહેલીવાર UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષા આપી અને તે ઇન્ટરવ્યુ રાઉન્ડ સુધી પહોંચી. તે પછી 2019માં ફરી UPSC ઇન્ટરવ્યુ આપ્યુ પણ આ વખતે પણ તેની અંતિમ પસંદગી થઈ શકી નથી. 2020માં તે મેન્સ ક્રેક ન કરી શકી, જો કે તેણે હાર ન માની અને વર્ષ 2021માં UPSC પરીક્ષા આપી. આ વખતે તેની મહેનત સફળ થઇ અને તે 165મા રેન્ક સાથે UPSC પાસ કરી IPS બની.

જો કે, તેેને IAS કરતાં ઓછું કંઈ પણ સ્વીકાર્યું ન હતું. એટલે તેણે ફરી એકવાર 2022માં પરીક્ષા આપી અને 53મા રેન્ક સાથે UPSC ક્લિયર કરી તે IAS બની.ઉલ્લેખનીય છે કે, મુદ્રાના પિતા IAS બનવા માગતા હતા, તેમણે 1973માં યુપીએસસી પરીક્ષા આપી હતી પણ તે ઈન્ટરવ્યુમાં સફળ થઈ શક્યા નહોતા, જે પછી તેમનું અધૂરું સપનું દીકરીએ પૂરું કર્યું.

Shah Jina