ડ્રગ્સ રેવ પાર્ટીમાં સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સેલિબ્રિટીની લાડલી દીકરી, સિંગર અને મોટા નેતાનો દીકરો ઝડપાયો

બોલિવૂડમાં ડ્રગ કેસ બાદ હવે સાઉથ ઇન્ડસ્ટ્રી પર પણ ઘણા સવાલ ઉભા થઇ રહ્યા છે. હૈદરાબાદમાં પોલીસે એક મોટી રેવ પાર્ટીનો પર્દાફાશ કર્યો છે. પોલીસ અનુસાર તેમાં 142 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હૈદરાબાદમાં બંજારા હિલ્સની ફાઈવ સ્ટાર હોટેલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હોટેલના પબમાં સાઉથ સ્ટારના છોકરાઓ અને સબંધીઓ રેવ પાર્ટી કરતા પકડાઈ ગયા હતા. તેમાં ઘણા મોટા સુપરસ્ટારના નામ પણ શામેલ છે.

સિનેમા ઇન્ડસ્ટ્રીમાં રેવ પાર્ટી અને ડ્રગ કેસ મામૂલી વાત થઇ ગઈ છે. બોલિવૂડના ચર્ચિત આર્યન ડ્રગ કેસ બાદ હવે સાઉથ સિનેમાથી એવી જ એક સનસની ઘટના સામે આવી છે. આ પાર્ટીમાં ઘણા VIP, અભિનેતા અને રાજનેતાઓના છોકરાઓ સાથે લગભગ 142 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે હૈદરાબાદ પોલીસની ફોર્સ ટીમે આવું કર્યું છે. ધરપકડ કરાયેલા લોકોમાં અભિનેતા નાગા બાબુની પુત્રી નિહારિકા કૉનીડેલા પણ શામેલ છે જે મેગાસ્ટાર ચિરંજીવીની ભત્રીજી છે. નાગાબાબુએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં કહ્યું હતું કે તેની પુત્રીનો ડ્રગ સાથે કોઈ સબંધ નથી.

પાર્ટીમાં અન્ય લોકોમાં આંધ્ર પ્રદેશના એક પોલીસકર્મીની પુત્રી અને રાજ્યના એક તેલુગુ દેશમ સાંસદના પુત્ર પણ શામેલ હતા. રિપોર્ટ અનુસાર તેમની પાસે કોકીન અને વીડ જેવા ડ્રગ મળી આવ્યા હતા. તેની સાથે જ ગાયક અને બિગબોસ તેલુગુ રિયાલિટી શોની ત્રીજી સીઝનની વિજેતા રાહુલ સિપ્લીગંજની પણ ધરપકડ થઇ હતી.

હૈદરાબાદના પોલીસ આયુક્ત સીવી આનંદે રવિવારે બંજારા હિલ્સના એસએચઓ શિવ ચંદ્રને નિલંબિત કરવાનો આદેશ જાહેર કર્યો હતો અને સહાયક પોલીસ આયુક્ત બંજર હિલ્સ, એમ સુદર્શનને તેમના વૈદ્ય પ્રતિ બેદરકારી માટે ચાર્જ બહાર પડ્યો હતો. હોટેલમાં આ દરોડા એવા સમયે થયા હતા જયારે પોલીસે ડ્રગ વિરુદ્ધ તેમનું અભિયાન વધારી દીધું હતું. આ ઉદ્દેશ માટે એક નવું હૈદરાબાદ- નાર્કોટિક્સ પ્રવર્તન વિંગનું ગઠન પણ કરવામાં આવ્યું હતું અને ડ્રગ વેચવા કે લેવા વાળા વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે.

આની પહેલા કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ આવા ડ્રગ કેસની ચપેટમાં આવી ચૂક્યું છે. કન્નડ ફિલ્મ અભનેતા સંજના ગલરાની, રાગિણી દ્વિવેદી, પાર્ટી આયોજક વીરેન ખન્ના અને પૂર્વ મંત્રી દિવંગત જીવરાજ અલ્વાના પુત્ર આદિત્ય અલ્વા સૈડલવુડની ડ્રગ કેસમાં ઘરપકડ થઇ હતી.

Patel Meet