લો બોલો..પહેલી પત્ની સાથે છૂટાછેડા લીધા વગર આ વ્યક્તિ કરી રહ્યો હતો બીજીવાર લગ્ન, પહેલી પત્ની પહોંચી લગ્ન મંડપમાં અને પછી…

હિન્દૂ ધર્મની અંદર એક જ લગ્ન કરવાને પરવાનગી આપવામાં આવી છે, ત્યારે બે લગ્ન કરવા તે ગુન્હો માનવામાં આવે છે. પરંતુ ઘણા લોકો એવા હોય છે જે બે લગ્નો કરે છે, ઘણીવાર તો એવા કિસ્સાઓ પણ સામે આવે છે જેમાં બીજા લગ્નની પહેલી પત્નીને ખબર પણ નથી પડતી. ત્યારે આવી જ ઘટના હાલ સામે આવી છે, જેમાં પતિ પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વગર જ બીજા લગ્ન કરી રહ્યો હતો.

આ ઘટના બની છે ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં. જ્યાં એક વ્યક્તિના લગ્ન દરમિયાન તેની પહેલી પત્ની પોલીસ સાથે પહોંચીઓ હતી અને લગ્ન મંડપમાં જ હોબાળો મચાવી દીધો હતો. પોલીસ અને મારઝૂડ જોઈને લોકોમાં પણ ભાગદોડ મચી ગઈ હતી. પીડિતા પહેલી પત્નીની ફરિયાદના આધારે પોલીસે વરરાજાની ધરપકડ કરી તેને પોલીસ સ્ટેશન લાઈન આવી, હાલ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

આ બાબતે ફરિયાદી પત્ની સુમન દેવીએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે 28 નવેમ્બર 2012ના રોજ તેના લગ્ન શાહજહાંપુરના આશિષ વર્મા સાથે થયા હતા. સુમન દેવીના જણાવ્યા અનુસાર લગ્નના થોડા સમય બાદ જ તેનો પતિ અને સાસરીવાળા ઓછું દહેજ લાવવાને લઈને તેની સાથે મારઝૂડ કરતા અને રૂપિયા લાવવા માટે માંગણીઓ કરતા હતા. જેના ઉપર કેસ પણ દાખલ કરાવ્યો હતો. આ કેસ પણ કોર્ટમાં ચાલી રહ્યો છે.

આ બધા વચ્ચે જ પીડિતાને જાણકારી મળી કે તેનો પતિ પૂરનપૂર ક્ષેત્રમાં મંગલમ બારાત ઘરમાં પીલીભીતની કોઈ છોકરી સાથે લગ્ન કરી રહ્યો છે. આ સમગ્ર મામલાની જાણકરી સુમન દેવીએ પોલીસને આપી અને પોલીસને લઈને જ લગ્ન મંડપમાં પહોંચી ગઈ.

પોલીસને આપેલી જાણકારીમાં પીડિતાનું કહેવું હતું કે તેના પતિ સાથે હજુ સુધી તેના કોઈ છૂટાછેડા નથી થયા. અને ના કોઈપણ પ્રકારની કોઈ સમજૂતી થઇ છે. તેના દ્વારા કરવામાં આવેલો કેસ હજુ કોર્ટમાં વિચારાધીન છે. તેના ઉપર હજુ નિર્ણય આવવાનો બાકી છે. જેના ઉપર નિયમ વિરુદ્ધ જઈને તેનો પતિ બીજા લગ્ન કરી રહ્યો હતો.

Niraj Patel