બોયફ્રેન્ડને મેસેજ કરી રહી હતી પત્ની તો પતિએ રંગેહાથ ઝડપી….ઉલ્ટાનું પતિ પર જ ભડકી…પછી જે થયુ એ તો…જુઓ વીડિયો

બોયફ્રેન્ડ સાથે ઇલુ ઇલુ કરતા રંગેહાથ પકડાઈ તો પતિ પર ભડકી પત્ની, ન સાંભળી શકાય એવું સંભળાવ્યું

Husband Wife Viral Video: આમ તો પતિ-પત્ની વચ્ચે લડાઈ થવી એ સામાન્ય બાબત છે. સોશિયલ મીડિયા પર ઘણી વખત પતિ-પત્નીના ઝઘડાના વીડિયો જોવા મળે છે, જે ઘણા વાયરલ પણ થતા હોય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં પતિ-પત્ની વચ્ચે ઉગ્ર ચર્ચા ચાલી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે મહિલા તેના બોયફ્રેન્ડને મેસેજ કરી રહી હતી, પરંતુ ત્યારબાદ તેનો પતિ ત્યાં પહોંચ્યો અને તેને રંગે હાથે પકડી લીધી.

આ પછી બંને વચ્ચે બોલાચાલી થઈ અને મામલો એટલો વધી ગયો કે બંને વચ્ચે તુ-તુ, મેં-મેં જોવા મળી. આ વીડિયો વાયરલ થયા બાદ લોકો પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પતિ-પત્ની એકબીજા સાથે લડી રહ્યાં છે. પત્ની કહે છે કે મારા માતા-પિતા જમીંદાર લોકો છે, અમે અમારો ખર્ચ જાતે ઉઠાવી શકીએ છીએ. ત્યાં મહિલા તેના પતિ પર ગંભીર આરોપો લગાવી રહી છે. મહિલાનું કહેવું છે કે તેનો પરિવાર તેના કરતા ઘણો સારો છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. સાથે જ ઘણા લોકોએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. આ વીડિયોની ખૂબ ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ લોકો આ પોસ્ટ પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘મહિલાએ આવી વાત ન કરવી જોઈએ.’

અન્ય એક યુઝરે લખ્યું, ‘જો કોઈ સમસ્યા હોય તો તેને ઉકેલવી જોઈએ.’ ત્યાં એક યુઝરે લખ્યું કે એટલે જ હું લગ્ન નથી કરવા માંગતો. એક બીજા યુઝરે લખ્યું કે ભગવાન આવી પત્ની કોઈને ન આપે. જો કે, તમને જણાવી દઇએ કે આ વીડિયો ક્યાંનો અને ક્યારનો છે, તેના વિશે કોઇ માહિતી નથી. આ વીડિયોની હકિકતની પુષ્ટિ અમે નથી કરતા.

Shah Jina