સુરતના પરિવારે દુબઈમાં અંગદાન કરીને મહેંકાવી માનવતા, ત્રણ લોકોને મળી ગયું નવું જીવન, ધન્ય છે આ વિચારધારાને

સમગ્ર દેશમાં અંગદાન પ્રત્યે લોકો હવે ખુબ જ જાગૃત થવા લાગ્યા છે. તેમાં પણ અંગદાન ક્ષેત્રે ગુજરાત અગ્રેસર સાબિત થયું છે. સુરતમાંથી તો અંગદાનના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં કેટલાય લોકોને આ અંગદાન દ્વારા નવું જીવન પણ મળ્યું છે. ત્યારે હાલ એક ગુજરાતીએ વિદેશમાં માનવતાને મહેંકાવી છે.

મૂળ સુરત અને હાલ દુબઇમાં રહેતા શ્રીમાળી સોની પરિવારના 55 વર્ષના નિલેશભાઈ અરવિંદભાઈ ચિતાનીયાને ગત 11 જુલાઈના રોજ લોહીનું દબાણ વધી જતાં બ્રેઇન સ્ટ્રેક આવ્યો હતો. તેમની તાત્કાલિક આઇસીયુ બોલાવી ટ્રીટમેન્ટ કરાઈ, પરંતુ સ્ટ્રોક એટલી હદ્દે તીવ્ર હતો કે તેઓ તેમના રહેણાકના પાર્કિગમાં જ કોમામાં સરી પડ્યા હતા.

ત્યારબાદ તેમને હોસ્પિટલમાં ખસેડાયા, પરંતુ ડોકટરની ટીમે બ્રેન ડેડ જાહેર કર્યા હતા. મૃત્યુ નિશ્ચિત હતું. ત્યારે સમાજને ઉપયોગી થવાના વિચાર સાથે તેમના પત્ની ખુશ્બૂબેને બેભાન પતિનાં હૃદય પર હાથ રાખી તેમને નિર્ણય જણાવ્યો કે અંગદાન કરવું છે, જેથી તેમની સ્મૃતિ જીવંત રહે. આ કાર્ય માટે દુબઇની સેહા કિડની કેરના વહીવટકર્તાને જાણ કરી ફૉર્માલીટી પૂર્ણ કરવામાં આવી હતી.

17 જુલાઈ, 2021 ના રોજ નિલેશના ફેફસાં એક 35 વર્ષીય વ્યક્તિમાં લગાવવામાં આવ્યા હતા. જ્યારે એક કિડની 57 વર્ષના માણસ પાસે ગઈ હતી અને 43 વર્ષના પુરુષમાં લીવરનું સફળતાપૂર્વક પ્રત્યાર્પણ કરાયું. આમ એક ગુજરાતીએ જીવનના અંતિમપળોમાં પણ ત્રણ લોકોને જીવનદાન આપ્યું હતું.

Niraj Patel