લો બોલો ! બે-બે પત્નીઓ વચ્ચે પિસાયો પતિ તો કરી દીધો બટવારો ! 15 દિવસ પહેલી અને 15 દિવસ બીજી પત્ની સાથે રહેશે પતિ

OMG ! અહીં 2 પત્નીઓની સંમત્તિથી પતિનો અનોખો બટવારો, બંને પત્નીઓ સાથે રહેવાનું 15-15 દિવસ

ઘણીવાર તમે સાંભળ્યુ હશે કે એક મહિલા દુનિયામાં બધી વસ્તુઓનો બટવારો કરી શકે છે પણ પોતાના પતિને બીજી મહિલા સાથે જોવો એ ક્યારેય સહન ન કરી શકે. એટલું જ નહિ અત્યાર સુધી તમે જમીન-જાયદાદ કે પછી ઘરનો બટવારો જોયો હશે પણ શું તમે ક્યારેય પતિનો બટવારો જોયો છે ? ના જોયો હોય તો આજે અમે તમારા માટે આવી જ એક ખબર લઇને આવ્યા છે, જે વાંચી તમે શોક્ડ રહી જશો. અવાર નવાર અતરંગી ખબરો માટે ફેમસ બિહાર સાથે જોડાયેલી એવી ખબર સામે આવી જેમાં બે પત્નીઓએ પતિની જ વહેંચણી કરી દીધી.

Image source

તેનાથી પણ મોટી વાત એ છે કે આ બટવારો બંને પત્નીઓએ પોતાની આપસી સંમત્તિથી કર્યો. તમે એનાથી પણ વધારે હેરાન ત્યારે થશે જ્યારે તમને ખબર પડશે કે કોના ભાગમાં શું આવ્યુ. લોકોને હેરાન કરી દેનારી આ ઘટના બિહારના પૂર્ણિયાની છે. જાણકારી અનુસાર, અહીં બે પત્નીઓએ પોતાની આપસી સંમત્તિથી પતિનો બટવારો કરી લીધો. લોકો આના પર ખૂબ મજા લઇ રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યુ છે કે પરિવાર પરામર્શ કેન્દ્રએ આ બટવારો કરાવ્યો હતો. પતિના બટવારાનો આ કિસ્સો ભવાનીપિર વિસ્તારનો છે.

પ્રતિકાત્મક તસવીર

ગોડિયારી વિસ્તારની નિવાસી એક મહિલા ફરિયાદ લઇ પોલિસ સ્ટેશન પહોંચી હતી અને તેનો આરોપ હતો કે તેનો પતિ પહેલાથી જ પરણિત છે અને તેને 6 બાળકો પણ છે. તેમ છત્તાં આ વ્યક્તિએ ખોટુ બોલી તેની સાથે લગ્ન કર્યા. મહિલાએ રડતાં રડતાં કહ્યું હતું કે લગ્ન બાદ પુરુષ તેને પોતાની સાથે રાખવા માંગતો ન હતો. તેથી જ તે તેને છોડી દેવા માંગતો હતો. ત્યાં બીજી પત્નીએ પણ નક્કી કર્યું કે ગમે તે થાય તે તેના પતિને છોડશે નહીં. મહિલાએ પુરુષની પહેલી પત્ની સાથે પંગો લીધો.

પ્રતિકાત્મક તસવીર

જ્યારે બંને મહિલાઓએ પુરુષને નહીં છોડવાની પ્રતિજ્ઞા લીધી ત્યારે બંનેની જીદ સાંભળીને પરિવાર પરામર્શ કેન્દ્રના વડાનું પણ મગજ ફરી ગયુ. પરંતુ આ પછી જે નિર્ણય લેવામાં આવ્યો તેનાથી લોકોને આશ્ચર્ય તો થયું જ પરંતુ કેટલાક લોકો તેનો આનંદ પણ લઈ રહ્યા છે. કેન્દ્રએ બંને પત્નીઓ માટે પતિનો બટવારો કરી દીધો. નિર્ણય મુજબ હવે પુરુષે બંને પત્નીઓને સાથે રાખવી પડશે, તેમના ભોજન અને કપડાની વ્યવસ્થા કરવી પડશે, બંનેને અલગ-અલગ ઘરમાં રાખવી પડશે. તેનાથી પણ આશ્ચર્યજનક વાત એ છે કે તેણે બંને પત્નીઓને 15-15 દિવસનો સમય આપ્યો હશે. આ માટે ત્રણેય દ્વારા બોન્ડ ભરવામાં આવ્યા છે. આ પુરુષ બંને પત્નીઓ સાથે 15-15 દિવસ રહેશે.

Shah Jina