પતિએ પોતાની પત્નીને આપી એવી ભેટ કે તેની આગળ શાહજહાંનો તાજમહેલ પણ તમને ફિક્કો લાગશે, જુઓ તસવીરો

મોટાભાગના પતિઓ પોતાની પત્નીને ખુશ રાખવા માટે કંઈપણ કરવા માટે તૈયાર થતા હોય છે. ઘણા પતિઓ વિચારે છે કે તેની પત્નીને કોઈ મુશ્કેલી ના આવે, તેને કામ કરવામાં કોઈ તકલીફ ના થાય. દરેક પતિ પોતાની પત્ની માટે શાહજહાંની જેમ તાજમહેલ તો નથી બનાવી શકતો, પરંતુ પોતાના તરફથી તેને ખુશ રાખવાના તમામ પ્રયત્નો જરૂર કરતો હોય છે.

હાલ એવા જ એક પતિની ચર્ચા થઇ રહી છે જેને પત્નીને એક ખુબ જ સુંદર ભેટ આપી છે. બિહારની રાજધાની પટનામાં રહેવા વાળા મેકેનિકલ ઇજનેર અનુજ કુમારે પોતાની પત્નીને ભેટમાં સોના ચાંદીના ઘરેણાં આપવાના બદલે એક લિફ્ટ આપી છે જેના કારણે તેની પત્નીને રસોડામાંથી ખાવા-પીવાનું લાવી શકે અને લઇ જવામાં પણ કોઈ તકલીફ ના થાય.

અનુજ કુમારે પોતાના ઘરમાં એક નાની લિફ્ટ લગાવી છે જેના દ્વારા તેની પત્ની સરળતાથી ચા, નાસ્તો જમવાનું બનાવીને એક માળથી બીજા માળે મોકલી શકે છે. તેના માટે તેને પગથિયાં ઉતરવાની જરૂર નથી. આ લિફ્ટ રસોડામાંથી સીધી જ ડ્રોઈંગ રૂમમાં પહોંચે છે.

અનુજની પત્ની કાજલ પણ તેના પતિ દ્વારા આપવામાં આવેલી આ શાનદાર ગિફ્ટના કારણે ખુબ જ ખુશ છે. અનુજે જણાવ્યું કે તેમના ઘરે એકવાર ઘણા બધા મહેમાન આવ્યા હતા. જેમના માટે ચા નાસ્તો લાવવામાં તેને ઘણીવાર પગથિયાં ચઢ ઉત્તર કરવા પડ્યા હતા.

આ દરમિયાન જ તે પડી ગઈ હતી. જેના બાદ તેને નક્કી કરી લીધું કે ઘરમાં કઈ એવું કરું જેના કારણે તેની પત્નીને રસોડામાંથી બહાર નીકળવું ના પડે. ત્યારબાદ તેના દિમાગમાં લિફ્ટ બનાવવાનો આઈડિયા આવ્યો. અને પોતાની પત્નીના પ્રેમમાં તેને આ સપનું સાકાર કર્યું.

Niraj Patel