આ વૃદ્ધ દાદાએ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી તેમની પત્નીની કાળજી લેવા માટે કર્યું એવું કામ કે, વીડિયો જોઈને ભાવુક થઇ જશો, જુઓ

એવું કહેવાય છે કે પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી, આપણે ઘણા વૃદ્ધ દંપતીઓ વચ્ચેનો પ્રેમ જોઈએ છીએ અને તેમના ઘણા વીડિયો પણ ઇન્ટરનેટ ઉપર વાયરલ થતા હોય છે, જે જોઈને આપણે પણ ખુશ થઇ જતા હોઈએ છીએ. વૃધ્ધાવસ્થામાં જયારે દીકરા તરછોડે અથવા તો એ કામમાં વ્યસ્ત હોય, અને ઘડપણ એકલા વિતાવવાનું થાય ત્યારે પતિ પત્ની જ એકબીજાનો સહારો બનતા હોય છે. આવા જ એક કપલનો એક વીડિયો ઇન્ટરનેટ ઉપર વાયરલ થઇ રહ્યો છે.

આ એવો વીડિયો છે જે તે લાગણીઓને તેમના સાચા અર્થમાં વ્યક્ત કરે છે. આ ક્લિપમાં જોવા મળે છે કે એક વૃદ્ધ વ્યક્તિ તેની બીમાર પત્નીના વાળમાં કાંસકો લગાવી રહ્યો છે, તેમના વાળ ઓળી રહ્યો છે. હોસ્પિટલમાં એક અજાણી વૃદ્ધ વ્યક્તિ તેની બીમાર પત્નીના વાળમાં કાંસકો લગાવતી દર્શાવતી એક ક્લિપે લોકોને ઓનલાઈન ઈમોશનલ કરી દીધા છે.

વીડિયો જોઈને કહી શકાય કે આ પ્રેમનું પરફેક્ટ ઉદાહરણ છે. આ ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવી છે. આ ક્લિપે ઈન્ટરનેટ યુઝર્સને લાગણીશીલ બનાવી દીધા છે. ઘણાએ તે વૃદ્ધ વ્યક્તિની પત્ની પ્રત્યેની નિષ્ઠાની પ્રશંસા કરી. એક યુઝરે લખ્યું, ‘આ સાચા પ્રેમની વ્યાખ્યા છે. તેમનો પ્રેમ હદ બહારનો છે. ફક્ત વ્યક્તિનો ચહેરો જુઓ. તે ખૂબ જ ચિંતિત છે. હું તેના પ્રિયને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. બીજાએ કહ્યું, ‘તેઓ એકબીજા માટે બનેલા છે. આજ પ્રેમ છે.’

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

થોડા દિવસો પહેલા પણ એક વૃદ્ધ દંપતીનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક દાદા વરસાદમાં દાદીને કાળજી પૂર્વક લઈને ચાલી રહ્યા હતા. ત્યારે હવે હોસ્પિટલમાં દાદા દ્વારા દાદીની આ રીતે કાળજી લેવાનો વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, લોકોને પણ આ વીડિયો જોઈને ખુબ જ આનંદ આવી રહ્યો છે.

Niraj Patel