2 વર્ષથી પિયરમાં ગયેલી પત્ની પાછી ના આવી તો પતિ ચઢી ગયો ઝાડ ઉપર, પછી જે થયું તે જોવા જેવું છે

પતિ અને પત્ની વચ્ચે સામાન્ય રીતે ઝઘડા થતા હોય છે. ઘણીવાર આવા ઝઘડાઓથી નારાજ થઈને પત્ની પિયરમાં પણ ચાલી જાય છે, તેને પાછી લાવવા માટે પતિ ઘણીવાર પ્રયત્નો પણ કરે છે, પરંતુ આ દરમિયાન એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને તમને પણ નવાઈ લાગશે.

રાજસ્થાનના ધૌલાપુરા જિલ્લામાં એ સમય હડકંપ મચી ગયો જયારે એક વ્યક્તિ 50 ફૂટ ઊંચા ઝાડ ઉપર ચઢી ગયો. જણાવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિની પત્ની તેના પિયરમાંથી પાછી ના ફરવાના કારણે તે નારાજ હતો. ઝાડ ઉપર ચઢેલા આ વ્યક્તિને પોલીસે સમજાવી અને નીચે ઉતાર્યા બાદ તેની ધરપકડ કરી લીધી છે.

આ સમગ્ર મામલો ધૌલાપુરા જિલ્લાના ભદૌરિયા પાડા મોહલ્લાનો છે જ્યાં લ્હોરેરામ નામનો એક યુવક 50 ફૂટ ઊંચા ઝાડ ઉપર ચઢી ગયો. લ્હોરેરામ ના ફક્ત ઝાડ ઉપર ચઢી ગયો પરંતુ તેને પોતાના બંને પગને પણ બાંધી લીધા. તેને આમ કરતા જોઈને લોકોની ભીડ પણ ઉમટી પડી. લોકોએ રાહ જોયા વિના તરત જ પોલીસને ફોન સૂચના આપી દીધી.

ઘટના સ્થળે પહોંચેલા પોલીસ અને પ્રસાશન દ્વારા તેને સમજાવીને નીચે ઉતરવાનું કહ્યું. તો થોડીવારમાં ક્રેન પણ ઘટના સ્થળે આવી પહોંચી. જણાવવામાં આવી રહ્યું છે કે ક્રેનની સાથે સાથે સીડી પણ લગાવવામાં આવી. તો લ્હોરેરામને વાગે ના તે માટે થઈને જમીન ઉપર ગાદલા પણ બિછાવી દેવામાં આવ્યા હતા. ઘણી જ મહેનત બાદ લ્હોરેરામને ઝાડ ઉપરથી પોલીસ દ્વારા ઉતારવામાં આવ્યો.

જણાવવામાં આવી રહ્યું છે કે લ્હોરેરામ ફક્ત એટલા માટે જ ઝાડ ઉપર ચઢી ગયો હતો કે તેની પત્ની છેલ્લા 2 વર્ષથી તેના પિયરથી પરત નહોતી આવી રહી. જેનાથી કંટાળીને તે ઝાડ ઉપર ચઢી ગયો હતો.

લ્હોરેરામના જણાવ્યા અનુસાર પત્નીના ઘરવાળા તેને ફોસલાવીને પિયર લઇ ગયા હતા. ત્યારબાદ તેને પાછી નથી આવવા દઈ રહ્યા. એવું પણ જણાવામાં આવી રહ્યું છે કે લ્હોરેરામ દ્વારા પોલીસ સમેત પ્રસાશનની ઘણીવાર મદદ માંગી પરંતુ કોઈના દ્વારા તેને મદદ ના મળી. જેનાથી હતાશ થઈને તે ઝાડ ઉપર ચઢી ગયો. જેનાથી તેની પત્ની ઘરે પાછી આવી જાય.

Niraj Patel