Whatsapp પર જો કોઇએ તમને કરી દીધા છે બ્લોક તો આવી રીતે પોતાને કરો અનબ્લોક, જાણી લો ટ્રીક

કોઇ મિત્ર હોય પરિવારજનો હોય કે પછી પાર્ટનર તેમની સાથે વાતચીત કરવા માટે આપણે વોટ્સએપનો સહારો લઇએ છીએ, પરંતુ ઘણીવાર એવી પરિસ્થિત આવી જતી હોય છે જયાં તમારા પાર્ટનર કે કોઇ મિત્રએ તમને બ્લોક કરી દીધા હોય.તે બાદ આપણે પરેશાન થઇ જતા હોઇએ છીએ અને વાત કરવાની રીત શોધવા લાગીએ છીએ. આપણે ટેન્શનમાં એવું વિચારીએ છીએ કે આખરે આપણે એ વ્યક્તિ સાથે વાત કેવી રીતે કરીએ.

વોટ્સએપ પર જો કોઇએ તમને બ્લોક કરી દીધા છે તે બાદ પણ તમે તે વ્યક્તિને મેસેજ કરી શકો છો કે અથવા તો પોતાને અનબ્લોક પણ કરી શકો છો. સૌથી પહેલા તો તમારે કંફર્મ કરવું પડશે કે સામે વાળાએ તમને બ્લોક કર્યા છે કે નહિ. આ માટે તમારે તેને એક મેસેજ મોકલવાનો રહેશે, જો મેસેજ પર એક જ ટીક આવ્યુ તો સમજી જજો કે મેસેજ તેની પાસે પહોંચ્યો નથી અને તેણે તમને બ્લોક કરી દીધા છે. તે બાદ હવે શું કરવું ? તો ચાલો જાણીએ…

બ્લોક કરેલ યુઝર સાથે ફરી વાત કરવા માટે, તમારે વોટ્સએપ એકાઉન્ટ ડીલીટ કરવું પડશે અને ફરીથી સાઇન અપ કરવું પડશે. તે પછી તમે આપોઆપ અનબ્લોક થઈ જશો અને ફરીથી મેસેજ કરી શકશો. પરંતુ યાદ રાખો કે એકાઉન્ટ ડિલીટ કરવાથી તમારું આખું બેકઅપ નષ્ટ થઈ શકે છે. તેથી તમે ખાતરી કરો કે તમારા માટે શું વધુ મહત્વનું છે.

ટ્રીક સ્ટેપ

1. સૌથી પહેલા તમે વોટ્સએપ ઓપન કરો અને સેટિંગ્સ ઓપ્શન પર જાઓ અને એકાઉન્ટ પર ક્લિક કરો. 2. અહીં તમને Delete My Account લખેલું દેખાશે, તમારે ત્યાં ક્લિક કરવાનું રહેશે. 3. અહીં તમારે કન્ટ્રી કોડની સાથે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે.

4. આ સ્ટેપ પૂર્ણ કર્યા પછી તમારે Delete My Account પર ક્લિક કરવાનું રહેશે. 5. તે પછી ફરીથી WhatsApp ખોલો અને ફરીથી એકાઉન્ટ બનાવો. 6. તે પછી તમે તે વ્યક્તિ સાથે વાત કરી શકશો જેણે તમને ફરીથી બ્લોક કર્યા છે.

બીજી રીતની વાત કરીએ તો તેના માટે તમારે તમારા મિત્રની મદદ લેવી પડશે. તમારે તમારા મિત્રને એક ગ્રુપ બનાવવા માટે કહેવું પડશે. તેમાં, જો તે તમને અને અવરોધિત વ્યક્તિને ઉમેરે છે, તો તેને તમે જે સંદેશ મોકલશો તે મળતો રહેશે. તમારી વાત બ્લોક કરનાર વ્યક્તિ સુધી પહોંચશે. કદાચ સમજાવ્યા પછી, તે તમને અનબ્લોક કરશે.

Shah Jina