સિદ્ધાર્થની શહેનાઝ ગિલ ના ઠીકથી સૂવે છે, ના ખાય-પીવે છે, હાલત જાણી દિલ તૂટી જશે

હંમેશા ખુશ રહેનારી શહેનાઝની આવી થઇ ગઇ છે હાલત, સિદ્ધાર્થના નિધન બાદ ખાવાનું-પીવાનું પણ છોડી દીધુ અને…

અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના આકસ્મિક નિધનથી પરિવાર સહિત મિત્રો અને સેલેબ્સ આઘાતમાં છે. તેમાં પણ ખાસ કરીને તેની ખાસ મિત્ર શહેનાઝ ગિલતો ઘણી શોકમાં છે સિદ્ધાર્થના નિધન બાદ તેની હાલત ઘણી ખરાબ છે.

તે સદમામાં છે અને આ વાસ્તવિકતાને હજી સ્વીકાર કરી શકી નથી. જે લોકો સિદ્ધાર્થના ઘરે ગયા હતાા તેમણે ખુલાસો કર્યો કે શહેનાઝ ઠીક નથી. તે પૂરી રીતે સદમામાં છે. એક મીડિયા રીપોર્ટમાં એ જણાવવામાં આવ્યુ છે કે, શહેનાઝ ઠીકથી સૂઇ પણ રહી નથી અને ખાઇ પણ રહી નથી અને ઘણી મુશ્કેલીથી કોઇના સાથે વાત કરી રહી છે.

જયારથી સિદ્ધાર્થની મોત થઇ છે, ત્યારથી શહેનાઝના તો આંસુ જ થમી રહ્યા નથી. સિદ્ધાર્થ તો ચાલ્યા ગયા પરંતુ તેમના જવાથી શહેનાઝ તૂટી ગઇ છે. ખબરોની માનીએ તો શહેનાઝ સારી સ્થિતિમાં નથી. હંમેશા હસતી અને ચુલબુલી રહેનારી શહેનાઝ ગિલની હાલત જોઇ તો બધાનું દિલ તૂટી ગયુ હતુ. તે સિદ્ધાર્થના જવાના ગમને ભૂલાવી શકતી નથી. ત્યાં જ સિદ્ધાર્થની માતા મજબૂત બની છે.

લીડિંગ ડેલીના એક રીપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, આ નુકશાનનો કોઇ મુકાબલો નથી અને શહેનાઝ કેટલાક સમય માટે માતમમાં જ રહેશે. અફસોસ એ વાતનો છે કે તે ઠીક રીતે સૂઇ નથી રહી અને પર્યાપ્ત ખાવાનું પણ ખાઇ રહી નથી.  તે કોઇની સાથે વાત પણ કરી રહી નથી. આવી સ્થિતિમાં તેને એકલા ન મૂકી શકાય. સિદ્ધાર્થની માતા પણ આ મુશ્કેલ સમયમાં શહેનાઝનો સાથ નથી છોડી રહ્યા અને તેઓ આ સમયથી લડવાની હિંમત તેને આપી રહ્યા છે.

મીડિયા રીપોર્ટ અનુસાર જયારે સિદ્ધાર્થની મોત થઇ ત્યારે શહેનાઝ તેમની સાથે હતી. શહેનાઝના ખોળામાં જ સિદ્ધાર્થે જીવ ગુમાવ્યો હતો અને શહેનાઝ આ સમયને તેના દિલથી નીકાળી શકી નથી. શ્મશાન ઘાટથી સામે આવેલી શહેનાઝની તસવીરોમાં જોઇ શકાય છે કે તે કેટલી તૂટી ગઇ છે.

રાહુલ મહાજને એબીપીને આપેલ ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે, અભિનેત્રીની આવી હાલત જોઇ કાંપી ગયા હતા. શહેનાઝની હાલત ઘણી ખરાબ છે અને તે સદમામાં છે.

Shah Jina