આજના યુવાધનની પહેલી પસંદ બની ચુકેલા નુડલ્સ કેવી રીતે બને છે ક્યારેય જોયું છે ? વીડિયો જોઈને ઉબકા આવી જશે, ખાવાનું પણ નામ નહિ લો.. જુઓ

આ વીડિયો જોઈને તમે નુડલ્સ ખાવાનું જ ભૂલી જશો.. જુઓ વીડિયોમાં કેવી ગંદકીમાં તૈયાર થઈને આવે છે તમારા ઘરે કાચા નુડલ્સ..

આજના સમયમાં મોટાભાગના લોકો પોતાના ઘરમાં નુડલ્સ રાખે છે અને જયારે પણ ભૂખ લાગે ત્યારે ફટાફટ બની જતા હોવાના કારણે લોકોને ખાવામાં પણ એ પહેલી પસંદ બની ગયા છે. નાના બાળકોથી લઈને મોટેરાઓ પણ નુડલ્સને ખુબ જ મજાથી ખાતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય નુડલ્સ કેવી રીતે બને છે એ જોયું છે ?

હાલ સોશિયલ મીડિયામાં નુડલ્સ બનવાનો એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો PFC ક્લબના સ્થાપક ચિરાગ બડજાત્યાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે નૂડલ્સ ખૂબ જ ગંદી સ્થિતિમાં બનાવવામાં આવે છે. આ વીડિયોને બે લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.

વીડિયોને જોઈને એવું લાગી રહ્યું છે કે આ વીડિયો એક નાની નૂડલ ફેક્ટરીમાં શૂટ કરવામાં આવ્યો છે. તેમાં વિવિધ મજૂરોને નૂડલ્સ તૈયાર કરતા દર્શાવવામાં આવ્યા છે. આ લોકો લોટ બાંધવા માટે તેને મિક્સરમાં નાખે છે. આ પછી, તેને રોલિંગ મશીન દ્વારા પાતળા થ્રેડોમાં કાપવામાં આવે છે. આ દરમિયાન કોઈ મજૂર ન તો સ્વચ્છતાનું ધ્યાન રાખે છે અને ન તો હાથમાં મોજા પહેરે છે.

જેના બાદ ઉકાળ્યા પછી, નૂડલ્સને જમીન પર ફેંકી દેવામાં આવે છે. જ્યાં સુધી તે પ્લાસ્ટિકની થેલીઓમાં પેક ન થાય ત્યાં સુધી તે આ રીતે જ રહે છે. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે “તમે છેલ્લી વખત ક્યારે રસ્તાના કિનારે શેઝવાન સોસ સાથે ચાઈનીઝ હક્કા નૂડલ્સ ખાધા હતા ?” ત્યારે હવે આ વીડિયોને જોઈને પણ લોકો પોતાના અલગ અલગ પ્રતિભાવ આપી રહ્યા છે.

Niraj Patel