મોંઘી વેચાય છે આ નોટો, લાખોમાં લાગે છે તેની બોલી…જે તમને પણ બનાવી શકે છે લાખોપતિ

15 લાખમાં વેચાયેલી છે 10રુપિયાની નોટ, જાણો કેવી રીતે?

દસ રુપિયાની નોટ તમને લાખોપતિ બનાવી શકે છે. આ સાંભળીને નવાઇ લાગશે પરંતુ બજારમાં આ કિંમત 10થી 15 લાખ રુપિયા સુધીની છે. તમને આના તથ્ય પર આશ્ચર્ય જરુર થશે પરંતુ આ જ હકીકત છે. એક વેબસાઇટ પર 1થી લઇને 1000 રુપિયા સુધીની કિંમતવાળી નોટોની હરાજી થઇ રહી છે. જેનો બોલી બોલનાર સૌથી વધુ કિંમત બોલે તે તેને ખરીદી લે છે.

બની શકે છે તમારા જ ખિસ્સામાં કોઇ એવી નોટ હશે, જેની કિંમત લાખો રુપિયા હોય. સાંભળીને વિશ્વાસ નહીં આવે પણ આ શક્ય છે. આ નોટ કોઇ સ્પેશિયલ સીરિઝ, સ્પેશિયલ નંબર, મિસ પ્રિન્ટ અથવા કોઇ ખાસ સિગ્નેચરવાળુ પણ હોઇ શકે છે, તેવામાં આ નોટને રેર નોટોની કેટેગરીમાં મુકવામાં આવે છે.

આવામાં ઘણી વેબસાઇટો પર પણ નોટોની હરાજી થાય છે. આમ તે જે નોટ પર ‘786’ ડિજીટ હોય છે, તે સૌથી વધારે ડિમાન્ડિંગ વાળી નોટો હોય છે. આ લકી નંબર 1થી લઇને 2000 રુપિયા સુધી ની નોટ પર હોઇ શકે છે. તો આવો એવી રેર નોટોની વધુ કિંમત અને વેચાણ વિશે જાણીએ.

ઇ-બે પર લગાવાય છે બોલી
ભારતીય કરંસીના રેર નોટોની બોલી ઇ-બે (eBay)પર લાગે છે. ઇ-બે સમય સમય પર આ પ્રકારની નોટોની બોલી લગાવે છે. તેવામાં કોઇ ભારતીય વેબસાઇટના માધ્યમ ભાગ લઇ શકે છે. જો તમારી પાસે કોઇ ખાસ સીરિઝની નોટ છે, તો તેમે પણ કમાણી કરી શકો છો. ખાસ કરીને ‘786’ ડિજીટવાળી નોટ બોલી એકથી ત્રણ લાખ રુપિયા સુધીની લાગે છે.

3300 રુપિયામાં વેચાઇ 10 રુપિયાની નોટ
નોટ પર અંકોની જે સીરિઝ હોય છે, તે સેમ હોય છે. પરંતુ 10 રુપિયાની નોટ કંઇક આવી જ હોય છે. જેની પર અમુક સીરિઝ હતી નીચે થોડી વધુ અને આ નોટ તમે ફોટોમાં જોઇ શકો છો. આ નોટની કિંમત 3300 રુપિયા છે.

10 રુપિયાની જુની નોટ
આ જે 10 રુપિયાની નોટ તમે જોઇ રહ્યાં છો, તેની કિંમત 99,999 રુપિયા છે. આ નોટને 1951 પહેલા છાપવામાં આવી હતી. ખુબ જ જુની નોટ હોવાના કારણે તેને રેર નોટ માનવામાં આવે છે.

બ્રિટિશ કાળમાં એક રુપિયાની નોટ
ફોટોમાં તમે જોઇ શકો છો કે, તે બ્રિટિશ રાજ દરમિયાન છાપવામાં આવ્યું હતું. આ નોટ 1917માં ઇશ્યુ કરવામાં આવ્યું હતું. આ નોટની કિંમત 10,250 રુપિયા છે.

એક આવી સીરિઝની નોટ
આવી સીરિઝના નંબર પણ વધુ મોંઘા હોય છે. ફોટોમાં જે સિરીઝ તમે જુઓ છો તે 10 રુપિયાની નોટ છે. આ સીરિઝ 111111 થી લઇને 888888 સુધી છે. આ નોટોની કિંમત 2,399 રુપિયા છે.

બ્રિટિશ કાળની પાંચ રુપિયાની નોટ
પાંચ રુપિયાની આ નોટ પણ બ્રિટિશ કાર્યકાળમાં થાપવામાં આવી છે. આ નોટને જ્યારે ઓનલાઇન વેબસાઇટ પર બોલી માટે મુકવામાં આવી ત્યારે તેની કિંમત 80,000 રાખવામાં આવી હતી.

1970માં જાહેર કરવામાં આવ્યો આ સિલ્વર સિક્કો
વર્ષ 1970માં 10 રુપિયાનો સિલ્વર સિક્કો જાહેર કરવામાં આવ્યો હતો. આ કોઇનને બનાવામાં 80 ટકા સિલ્વરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સિક્કાની કિંમત 3500 રુપિયા બોલી બોલાઇ હતી.

નોંધ: આ માહિતી ફક્ત રેફરેન્સ માટે છે, કોઈપણ વેબસાઈટની મુલાકાત લો તો જે તે વેબસાઈટની ટર્મ્સ અને કન્ડિશન જરૂર જુઓ, નોટ કે ચલણી સિક્કાની ખરીદી કે વેચાણ કરો ત્યારે જે તે વેબસાઈટની ગોપનીયતા અને શરતો ખાસ જુઓ જેથી છેતરપીંડી કે સાઇબર ક્રાઇમનો શિકારથી બચી શકો.

તમારા રેફરેન્સ માટે અમુક વેબસાઈટની લિંક નીચે મૂકી છે:
Ebay, Indiamart, Quikr, OLX

YC