લોકો કહે છે કે આ દુનિયામાં કશું જ અશક્ય નથી. જો વ્યક્તિ મક્કમ હોય તો તે કંઈ પણ કરી શકે છે. તેનું જીવંત ઉદાહરણ હાલમાં જ સોશિયલ મીડિયા પર જોવા મળ્યું. તમે ઘણી વાર જોયું હશે કે વૃક્ષોને માટી સમેત ઉખાડી બીજે ક્યાંક લઈ જવામાં આવે. પરંતુ એક વ્યક્તિ તો આનાથી પણ બે ડગલાં આગળ નીકળ્યો.
ક્રેન દ્વારા ઘરને આખે આખુ ઉઠાવી લીધુ
એક વ્યક્તિએ આખું ઘર જ ઉઠાવી લીધું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ઘરને ક્રેન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહ્યું છે. આ આશ્ચર્યજનક છે કારણ કે આવો નજારો આજ પહેલા ભારતમાં ભાગ્યે જ ક્યાંય જોવા મળ્યો હશે. આ વિડિયો માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ X પર @ChapraZila નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.
ખરેખર આજે ખબર પડી હોમ ડિલિવરી શું છે
વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું છે કે, આજે અમને ખબર પડી કે હોમ ડિલિવરી શું છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું- આ બધું વિદેશમાં જોયું છે. ભારતમાં પણ તે થવા લાગ્યું, તે પણ બિહારમાં. આપણો દેશ સાચા અર્થમાં બદલાઈ રહ્યો છે. અન્ય યુઝરે પૂછ્યું- શું આ વીડિયો પૂર્ણિયા જિલ્લાનો છે?
आज पता चला Home Delivery क्या होता है 😂😅 pic.twitter.com/7prO4VXIxI
— छपरा जिला 🇮🇳 (@ChapraZila) December 27, 2023