લગ્ન બાદ પૈસા શોધવાની વિધિમાં વરરાજાએ કન્યા સાથે કર્યું એવું કે કેમેરામાં કેદ થઇ ગઈ આખી ઘટના, વીડિયો જોઈને લોકો પણ રહી ગયા હેરાન… જુઓ તમે પણ

લગ્ન બાદ પોતાની દુલ્હનને સાસરિયામાં જીતવા માટે વરરાજાએ કર્યું એવું ઉમદા કામ કે વીડિયો તમારું દિલ જીતી લેશે.. જુઓ

હાલ દેશમાં ઠેર ઠેર ઘણા બધા લગ્નો ચાલી રહ્યા છે. ઘણા બધા યુગલો લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ રહ્યા છે. ત્યારે આજનો જમાનો સોશિયલ મીડિયાનો હોય ઇન્ટરનેટ પર પણ લગ્નને લગતા ઘણા બધા વીડિયો વાયરલ થઇ જતા હોય છે. હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વરરાજાએ જે કર્યું તે લોકોના દિલ જીતી રહ્યું છે.

લગ્નનો દિવસ કોઈપણ દંપતી માટે સૌથી મહત્વપૂર્ણ દિવસોમાંનો એક છે, અને દરેક વ્યક્તિ આ દિવસને તેમના જીવનસાથી માટે ખાસ બનાવવા માટે ઘણા પ્રયત્નો કરે છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા અને કન્યાને તેમના સંબંધીઓ વચ્ચે બેસીને લગ્ન પછીની વિધિ કરતા જોઈ શકાય છે જેમાં તેમને લાલ રંગના પાણીમાં એક સિક્કો શોધવાનો હોય છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજાને સિક્કો મળી ગયો છે પરંતુ કોઈને કહ્યા વગર તે તેને દુલ્હન તરફ સરકાવી દે છે જેથી તેની દુલ્હન જીતી શકે. વિડીયોના અંતમાં દુલ્હન સિક્કો બહાર કાઢતી અને હસતી જોઈ શકાય છે. પોતાની દુલ્હનને જીતતી જોઈને વરરાજા પણ હસતો જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by subh vivah (@shubhavivahh)

હૃદય સ્પર્શી આ વીડિયો ક્લિપ હજારો વખત જોવામાં આવી છે. યુઝર્સને તેની દુલ્હન તરફની વરની મીઠી હરકતો ગમતી હતી. એક યુઝરે લખ્યું, “દિલ હોય તો આવું, આ વરરાજા બધું જ લૂંટાવવા તૈયાર છે.” અન્ય એક યુઝરે લખ્યું, “આ આટલો ક્યૂટ વીડિયો છે. વરરાજાએ બધું બલિદાન આપ્યું છે.” આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શુભવિવાહ નામના યુઝરે શેર કર્યો છે.

Niraj Patel