દૂધ સામાન્ય જીવનમાં દરેક વ્યક્તિની જરૂરિયાત હોય છે. સવારે ઉઠતાથી લઈને રાત્રે સુતા સુધી ઘરની અંદર અલગ અલગ રીતે દૂધનો ઉપયોગ થતો હોય છે. કારણ કે દૂધ શરીર માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.
આપણા ઘરની અંદર આવતું દૂધ મોટાભાગે 50 કે 60 રૂપિયા પ્રતિલિટર હશે, તો મુકેશ અંબાણી જેવા ઉદ્યોગપતિ કે કેટલાક સેલેબ્રિટીઓના ઘરે એકદમ શુદ્ધ દૂધ 200 કે 500 રૂપિયે લીટર આવતું હશે, અને આ દૂધ મોટાભાગે ગાય અથવા તો ભેંસનું જ હોય છે. પરંતુ શું તમે જાણો છો દુનિયાનું સૌથી મોંઘુ દૂધ ક્યાં પ્રાણીનું હોય છે ? જેની એક લીટરની કિંમત 2500 રૂપિયાની આસપાસ હોય છે.
ભારતની અંદર ગાય, ભેંસ કે પછી ઘેટાં બકરીનું દૂધ વેચવામાં આવે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એક વ્યક્તિ ઘોડીનું દૂધ વેચી અને કરોડપતિ બની ગયો. ઘોડીના એક લીટર દૂધની કિંમત 2500 રૂપિયા છે. માત્ર ઘોડીનું દૂધ વેચીને આ વ્યક્તિએ પોતાનો મોટો કારોબાર પણ સ્થાપિત કરી દીધો છે.
આ વ્યક્તિ છે બ્રિટેનમાં રહેવા વાળો 62 વર્ષીય ફ્રેન્ક શેલાર્ડ. જે હાલમાં ઘોડીના દૂધનો કારોબાર કરે છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે બ્રિટેનમાં ઘોડીના દૂધની કિંમત ખુબ જ વધી ગઈ છે. દૂધ ખરીદવા વાળામાં બ્રિટેનના ઘણા સેલેબ્રિટીઓ પણ સામેલ છે. આ વ્યક્તિ પાસે 14 ઘોડીઓ છે. આ ઘોડીઓના દૂધની માંગને જોતા તે વ્યક્તિએ પોતાના કારોબારમાં વધારો કરવા લાગ્યો.
ફ્રેન્ક ઘોડીના દૂધને 250 એમએલની બોટલમાં પેક કરીને વેચે છે. એક લીટર દૂધની કિંમત ભારતીય નાણાં અનુસાર 2628 રૂપિયા છે. 250 એમએલની કિંમત 650 રૂપિયાથી પણ વધારે છે. રિપોર્ટ પ્રમાણે ફ્રેન્કની પાસે લગભગ 150થી પણ વધારે ગ્રાહકો છે. આ ગ્રાહકોમાં બ્રિટેનના નામી-ગિરામી લોકો અને સેલેબ્રિટીઓ પણ સામેલ છે.
મોટાભાગે એવું કહેવામાં આવે છે કે ગાયનું દૂધ વધારે ફાયદાકારક છે. પરંતુ ફ્રેન્કનું કહેવું છે કે ગાયનું દૂધ ફક્ત માર્કેટિંગ અને જરૂરિયાતના કારણે જ વધારે લોકપ્રિય થયું છે. મીડિયા સાથે આપેલા ઇન્ટરવ્યૂમાં તેને જણાવ્યું હતું કે ઘોડીના દૂધમાં ગાયના દૂધ કરતા પણ વધારે પોષકતત્વો મળી આવે છે. તે પોતે પણ ઘોડીનું દૂધ પીવે છે અને તેનો તેના શરીર ઉપર ખુબ જ પ્રભાવ પડ્યો છે.
ફ્રેન્કના જણાવ્યા પ્રમાણે ઘોડીના દૂધમાં ખુબ જ ઓછો ફેટ હોય છે. સાથે જ તે વિટામિન સીનો પણ ખુબ જ સારો સોર્સ માનવામાં આવે છે. તેની અંદર હ્યુમન મિલ્ક એટલે કે મહિલાના દૂધ જેવા ગુણો પણ હોય છે. ફ્રેન્ક તેની દીકરી અને દાદીને પણ ઘોડીનું દૂધ જ પીવડાવે છે.