લગ્નના વરઘોડામાં ચાર પગે ઉછળીને ઘોડાએ કર્યો એવો ડાન્સ કે જોઈને વરરાજા પણ બેસતા પહેલા કરશે 100 વાર વિચાર, જુઓ વીડિયો

વરઘોડામાં ઢોલના ધમકારે ઘોડાએ કર્યો એવો ડાન્સ કે જોઈને લોકોના મોઢા પણ ખુલ્લા રહી ગયા, જુઓ વીડિયો

હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને લગ્નને લઈને ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. ત્યારે લગ્નમાં વરઘોડાની અંદર ડાન્સ કરતા પણ ઘણા લોકોના વીડિયો સામે આવે છે, જેમાં જોવા મળે છે કે ઘણા લોકો મન મૂકીને ડાન્સ કરતા હોય છે. તો ઘણીવાર લગ્નમાં ઘોડીનો ડાન્સ પણ વાયરલ થતો હોય છે.

આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે, જેને જોઈને તમારી આંખો પણ ફાટી જશે. આ ચોંકાવનારા વીડિયોમાં એક ઘોડો આશ્ચર્યજનક રીતે ડાન્સ કરતો જોવા મળે છે. વીડિયોમાં ઘોડાનો આ અનોખો અને અસામાન્ય ડાન્સ જોઈને યુઝર્સ જોરદાર હોબાળો કરી રહ્યા છે. વીડિયોમાં ઘોડાને ચાર પગે ઉછળીને ડાન્સ કરતો જોઈને તમે પણ અવાચક થઈ જશો.

આજના સમયમાં માણસો અને પ્રાણીઓ પણ હોબાળો મચાવી રહ્યા છે. આવો જ એક વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે, જેમાં એક ઘોડો તેના ડાન્સથી હંગામો મચાવી રહ્યો છે. વીડિયોની શરૂઆતમાં ઘોડો ઢોલના તાલે જોરદાર ડાન્સ કરતો જોવા મળે છે. આ દરમિયાન ઘોડાની પાસે હાજર લોકો તેને સંભાળવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. વીડિયોમાં ઘોડો કૂદતો અને ચાર પગે ઉછળતો જોવા મળી રહ્યો છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખિલ્લર_પ્રેમી_કર્મલકર નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો 11 ડિસેમ્બર 2022ના રોજ શેર કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધીમાં 2 લાખ કરતા વધારે લોકોએ લાઈક કર્યો છે. વીડિયો જોનારા યુઝર્સ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Niraj Patel