દુનિયાની સૌથી મોંઘી શાકભાજી ‘હોપ શુટ્સ’, 1 કિલોની કિંમતમાં ખરીદી શકો છો તમે આટલા તોલા સોનુ, જાણો

આ છે દુનિયાની સૌથી મોંઘી શાકભાજી “હોપ શુટ્સ”, જેને ખરીદવા માટે બેંકથી લેવી પડે શકે છે લોન

ઘણીવાર આપણે બજારથી લીલા પત્તાં 10-20 કે 40 રૂપિયાના હિસાબથી લઇને આવીએ છીએ. લોકો તેમની પસંદ અનુસાર તેને ખરીદીને લાવે છે. લીલી શાકભાજીમાં ઘણા પોષક ત્તત્વો હોય છે. આમ તો શાકભાજીઓના ભાવ વધતા ઘટતા હે છે પરંતુ તેની વધતી કિંમતથી તો ઘણા લોકો પરેશાન પણ થઇ જતા હોય છે.

શું તમે જાણો છે કે, દુનિયાની સૌથી મોંઘી શાકભાજીનું નામ શુ છે ? તેમજ એ કયાંથી આવે છે. જોવામાં જંગલી ઘાસ જેવી લાગતી આ શાકભાજી દુનિયાની સૌથી મોંઘી શાકભાજી છે. તેના એક કિલોગ્રામના ભાવમાં તમે દોઢ તોલા એટલે કે 15 ગ્રામ સોનું ખરીદી શકો છો.

હોપ શૂટ નામની આ શાકભાજી અનેક ગુણોથી ભરેલી છે. તેમાં અનેક પોષક તત્વ છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં હોપ શૂટ એક હજાર યૂરો પ્રતિ કિલોગ્રામે મળે છે. એટલે કે લગભગ તેની કિંમત 80 હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ થાય છે. આ સુપર વેજિટેબલની કિંમત સોનાથી પણ વધારે છે. હાલ ભારતમાં ગોલ્ડ પ્રાઇઝ 49 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે. એટલે કે આ શાકભાજીના ભાવમાં 15 ગ્રામ સોનું સરળતાથી ખરીદી શકાય છે.

હોપ શૂટનો ઉપયોગ અનેક ઔષધિઓમાં કરવામાં આવે છે. હોપ શૂટનો ઉપયોગ દાંતના દુખાવાની દવાઓથી લઈને ટીબીની સારવારમાં કરવામાં આવે છે. તેને કાચી પણ ખાઈ શકાય છે. જો કે તેનો સ્વાદ ઘણો કડવો લાગશે. અનેક દેશોમાં હોપ શૂટના સ્ટેમનો ઉપયોગ સલાડમાં કરવામાં આવે છે.

Shah Jina