કોણ છે આ બાબા જેના નિવાસસ્થાનેથી એક બે નહિ પરંતુ નીકળી 11-11 લાશ, આખી ઘટના જાણીને રૂંવાડા ઉભા થઇ જશે

આસારામ બાપુ નહિ પરંતુ આ મોટા સાધુના નિવાસસ્થાનેથી મળી 11 લોકોની લાશો, પોલીસે કરી ધપરકડ, જાણો સમગ્ર મામલો

દુનિયાભરમાં ઘણા લોકો ધર્મમાં ખુબ જ માને છે અને દુનિયાભરમાં ઘણા બાબાઓ પણ છે, પરંતુ ઘણીવાર કેટલાક નામી બાબાઓની એવી કહાનીઓ સામે આવે છે કે તેમના ભક્તોનો પણ તેમની ઉપરથી વિશ્વાસ ઉઠી જતો હોય છે, હાલ દુનિયાભરમાં એવી જ એક ઘટનાએ માહોલ ગરમ કર્યો છે, જેમાં એક બાબાના નિવાસસ્થાનેથી 11 લોકોની લાશ મળી આવી છે.

આ મામલો સામે આવ્યો છે થાઈલેન્ડમાંથી, જ્યાં પોલીસને એક કથિત બાબા પાસેથી 11 મૃતદેહો મળ્યા છે. બાબા તેમના અનુયાયીઓને મળ ખાવા અને પેશાબ પીવાની સલાહ આપતા હતા. તેમણે કહ્યું કે આમ કરવાથી લોકો બીમારીઓથી બચી જશે. હવે આ મામલો ખુબ જ ચર્ચામાં છે અને આ ઘટનાએ ચકચારી પણ મચાવી દીધી છે.

મળતી માહિતી મુજબ પોલીસે બાબાની થાઈલેન્ડના ચૈયાફુમથી ધરપકડ કરી છે. 75 વર્ષના ઢોંગી બાબાનું નામ થવી નાનરા જણાવવામાં આવી રહ્યું છે. આ મામલાને લઈને થાઈ પોલીસે ન્યૂઝ એજન્સી એપીને કહ્યું, “બાબાના નિવાસસ્થાનેથી 11 મૃતદેહો મળી આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ મૃતદેહો બાબાના અનુયાયીઓનાં છે.”

ધ થાઈ એન્ક્વાયરના અહેવાલ મુજબ, થાઈ પોલીસને માહિતી મળી હતી કે થવી નાનારાએ લોકોની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે. આ સાથે બાબા દ્વારા કોવિડ નિયમોના ભંગનો મામલો પણ સામે આવ્યો હતો.આ ઉપરાંત મહિલાના ગુમ થવાની ફરિયાદ પણ પોલીસમાં નોંધાઈ હતી. ફરિયાદીએ જણાવ્યું કે મહિલા બાબા પાસે ગઈ હતી અને પાછી ફરી ન હતી.

આ દરમિયાન એ વાત પણ સામે આવી હતી કે ઢોંગી બાબા પોતાને બધા ધર્મોના પિતા કહેતા હતા. થવીના અનુયાયીઓ પેશાબ પીતા હતા, શ્લેષ્મ અને મળનું સેવન કરતા હતા જેથી તેમને કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય. અહીં ફરિયાદ મળતા જ પોલીસ આ નકલી બાબાને પકડવા માટે સ્થળ પર પહોંચી તો ત્યાં હાજર બાબાના અનુયાયીઓએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું.

લાંબી લડાઈ અને મહેનત બાદ પોલીસે બાબા થવી નાનારાની ધરપકડ કરી અને તેને પોલીસ સ્ટેશન લાવી.અહેવાલ મુજબ નકલી બાબાનું અંધશ્રદ્ધાનું આ કાળું કૃત્ય ઘણા વર્ષોથી ચાલી રહ્યું હતું. હાલ મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.

Niraj Patel