રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર હિતુ કનોડિયાએ બનાવી અદભુત રીલ, પત્ની મોના થીબા પણ મળ્યા જોવા, જુઓ

અભિનેતા હિતુ કનોડિયા અને મોના થીબાનો રામભક્ત અવતાર જોઈને ચાહકો રાજી રાજી થઇ ગયા, રામ મંદિરના ઉદઘાટન પહેલા બનાવ્યો ખુબ જ સુંદર વીડિયો, જુઓ

Hitu Kanodia made a video on Ram Mandir : અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામ મંદિરને લઈને આખો દેશ ખુબ જ ઉત્સાહિત છે અને હવે માત્ર થોડા જ દિવસમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પણ થવાની છે. 500 વર્ષ સુધી જે ક્ષણની રાહ દેશવાસીઓ જોઈ રહ્યા હતા એ ક્ષણ હવે આવવાની છે ત્યારે દેશભરમાં તેને લઈને ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. 22 જાન્યુઆરીના દિવસે જયારે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે દેશવાસીઓ આ દિવસને તહેવારની જેમ ઉજવતા જોવા મળવાના છે.

હિતુ કનોડિયા અને પત્ની મોના થીબાએ બનાવ્યો વીડિયો :

ત્યારે હવે રામ મંદિરના નિર્માણને કારણે સામાન્ય માણસથી લઈને સેલેબ્સ પણ અલગ અલગ રીતે પોતાની રામભક્તિ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. હાલમાં જ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર એવા હિતુ કનોડિયાએ પણ એક વીડિયો દ્વારા રામ મંદિરને લઈને પોતાની ખુશી વ્યક્ત કરી છે, આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં હિતુ કનોડિયા સાથે તેમના પત્ની મોના થીબા પણ જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં છલકાઈ રામભક્તિ :

આ વીડિયોમાં હિતુ કનોડિયા અને તેમના પત્ની મોના થીબા “રાજા રામ” ગીતમાં પોતાનો સુંદર વીડિયો ક્રિકેટ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોની શરૂઆત મોના થીબા હાથમાં પૂજાની થાળી લઈને ઉભા હોય ત્યાંથી થાય છે અને તે પોતાની આંગળી પર કુમકુમ લગાવી અને હિતુ કનોડિયાના લલાટ પર તિલક કરે છે. જેના બાદ બંને બે હાથ જોડીને નમસ્કાર કરતા જોઈ શકાય છે, તેમના બેકગ્રાઉન્ડમાં રામ મંદિર, હવન, હનુમાન દાદા અને પ્રભુ શ્રી રામની પ્રતિકૃતિઓ જોવા મળી રહી છે.

ચાહકોને ખુબ જ પસંદ આવ્યો :

વીડિયોમાં આગળ જોવા મળી રહ્યું છે કે ગીતાના શબ્દો પર મોના થીબા અને હિતુ કનોડિયા પણ પ્લે કરી રહ્યા છે, જે ખુબ જ મનોહર દૃશ્ય ઉભું કરે છે. આ રીતે  આખા વીડિયોમાં હિતુ કનોડિયા અને તેમના પત્ની મોના થીબાની રામ ભક્તિ છલકાતી જોવા મળી રહી છે. આ વીડિયોને તેમના ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને તેના પર હજારો લાઈક અને કોમેન્ટ કરી ચુક્યા છે. વીડિયોમાં તેમના ચાહકો જય શ્રી રામ પણ લખી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Hitukanodia (@hitukanodia)

Niraj Patel