1500 વર્ષ બાદ દુ્ર્લભ સંયોગમાં થઈ રહી છે હિન્દુ નવા વર્ષની શરૂઆત, 6 રાશિના લોકોની કિસ્મત ચમકશે

હિન્દુ નવું વર્ષ એટલે કે નવસંવસ્તર એટલે કે વૈદિક પંચાંગ અનુસાર દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા(એકમ) તિથિથી શરૂઆત થાય છે, જે આ વર્ષે 2 એપ્રિલ 2022 એટલે કે આજે છે. હિન્દુ નવું વર્ષ વિક્રમ સંવંત 2079ના નામથી પણ ઓળખાય છે. આ વિક્રમ સંવંત નલ નામનું સંવંત છે અને આ ઈંદ્રાગ્નિ યુગનું છેલ્લું વર્ષ છે. એક યુગમાં પાંચ વર્ષ હોય છે. આ વર્ષના રાજા શનિ ગ્રહ છે અને આ વર્ષના મંત્રી ગુરુ ગ્રહ છે.

હિન્દુ નવા વર્ષના પહેલા દિવસે સ્વામીને આ પૂરા વર્ષમાં રાજાનો દરજ્જો આપવામાં આવે છે. કેમ કે આ વખતે નવસંવત્સર 2079ની શરૂઆત શનિવાર, 2 એપ્રિલથી થઈ રહી છે, તો આ વર્ષે ગ્રહોના મંત્રિમંડળના રાજા કર્મફળના દાતા અને ન્યાયાધીશ કહેવાતા શનિદેવ છે. વર્ષ 2022માં શરૂ થનાર આ નવસંવત્સર શનિદેવના પ્રભાવના કારણે કેટલીક બાબતે ખાસ રહેવાનું છે. આ નવા વર્ષે જ્યાં એક બાજુ શનિ રાજાના સિંહાસન પર બિરાજમાન છે તો બીજી તરફ દેવ ગુરુ બૃહસ્પતિ મંત્રીના સ્થાને બિરાજમાન છે.

શનિ અને ગુરુ મંત્રિમંડળ સંભાળી રહ્યા હોવાથી અનેક જાતકોના જીવન ઘણા અંશે પ્રભાવિત થશે. એક સંયોગ એ પણ છે કે, શનિ અને બૃહસ્પતિ જે ધીમી ગતિથી ચાલતા ગ્રહો છે, એપ્રિલ મહિનામાં રાશિ બદલવા જઈ રહ્યા છે. બન્ને ગ્રહ બહુ આરામદાયક સ્થિતિમાં હશે એટલે કે શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં ચાલ્યા જશે અને બૃહસ્પતિ પોતાની જ રાશિ મીનમાં ગોચર કરશે. તેથી આ ગોચરના કારણે આ ગ્રહ પોતાનું વધુમાં વધુ ફળ આપવા સક્ષમ હશે.

વર્ષ 2022માં 1500 વર્ષ બાદ રેવતી નક્ષત્ર અને ત્રણ રાજયોગના અત્યંત દુર્લભ સંયોગોમાં હિન્દુ નવા વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. આ અંગે જ્યોતિષાચાર્યોની માનીએ તો, નવસંવત્સરમાં બનનારી ગ્રહ નક્ષત્રોની આ સ્થિતિઓ કેટલીય રીતે ખાસ છે. વિક્રમ સંવંત 2079ની શરૂઆતથી જ મંગળ પોતાની ઉચ્ચ રાશિ મકર, રાહુ પોતાની ઉચ્ચ રાશિ વૃષભ અને કેતુ પોતાની ઉચ્ચ રાશિ વૃશ્ચિકમાં રહેશે. ગ્રહોના રાજાના રૂપમાં શનિ પણ પોતાની જ રાશિ મકરમાં ગોચર કરશે. તેથી આ વર્ષે શુભ સંયોગોમાં 1500 વર્ષ બાદ શનિ-મંગળની યૂતિમાં હિન્દુ નવા વર્ષની શરૂઆત થઈ રહી છે.

વિક્રમ સંવંત 2079 વર્ષ તુલા,ધન,મકર,કુંભ અને મીન રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. આ રાશિના લોકોને આખા વર્ષ દરમિયાન વેપાર ધંધામાં લાભ રહેશે. તેમની ફિલ્ડમાં તેમને ઉચ્ચ સ્થાન મળશે. સિંહ, વૃશ્ચિક,કર્ક અને મેષ રાશિના જાતકોને આ વર્ષે સાવચેત રહેવાની જરૂર છે. કેમ કે તેમનો ગુસ્સાવાળો સ્વભાવ મુશ્કેલી સર્જી શકે છે. કન્યા અને મિથુન રાશિના લોકો માટે આ વર્ષ નફા નુકસાન વગરનું રહેશે અને તેમને તેમના કર્મોનું ફળ મળશે.

YC