બોયફ્રેન્ડ વિક્કી નહિ પરંતુ આ વ્યક્તિને હિના ખાને કિસ કરી અને કહ્યુ આઇ લવ યુ, સામે આવ્યો વીડિયો
ટીવીથી લઇને બોલિવુડ સુધી અભિનયનો ડંકો વગાડનાર અને ગ્લેમરસ તેમજ હોટ તસવીરોને કારણે ચર્ચામાં રહેનાર અભિનેત્રી હિના ખાનનો હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
હિના ખાન આ વીડિયોમાં એક વ્યક્તિ પર ખૂબ જ પ્રેમ વરસાવતી દેખાય છે. તમને તો પહેલા એ જ ખ્યાલ આવ્યો હશે ને કે તે તેનો બોય ફ્રેન્ડ વિક્કી હશે. જી ના, એવું નથી હિના ખાન ટીવી અભિનેતા અર્જુન બિજલાની પર પ્રેમ વરસાવતી જોવા મળે છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર છવાઇ ગયો છે.
તમને જણાવી દઇએ કે, “કસોટી ઝિંદગી કે 2” ફેમ અભિનેતા પાર્થ સમથાને 11 માર્ચના રોજ તેમનો જન્મદિવસ મનાવ્યો હતો. બુધવાર રાત્રે આ ખાસ અવસર પર મિત્રોની મહેફિલ જામી હતી.
View this post on Instagram
પાર્થની બર્થ ડે પાર્ટીમાં હિના ખાન, અર્જુન બિજલાની, સાહિલ આનંદ, પૂજા બેનર્જી, શુભાવી ચોક્સેથી લઇને ઉદય ટિકેકર સુધી ઘણા સેલેબ્સ જોવા મળ્યા હતા. પરંતુ આ પાર્ટી દરમિયાન હિના ખાન ખૂબ જ મસ્તીના મૂડમાં હતી અને તેની ઘણી તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે.
આ દરમિયાન હિના ખાને બર્થ ડે બોય પાર્થ સમથાનને ગાલ પર કિસ પણ કરી હતી. પાર્થ નાની ઉંમરમાં ટીવીના જાણિતા અભિનેતા બની ચૂક્યા છે. તેમણે તેમના અભિનયની શરૂઆત “સાવધાન ઇંડિયા”થી કરી હતી.
હિના ખાન આ પાર્ટીમાં તેના બોયફ્રેન્ડ સાથે પહોંચી હતી. જયારે અર્જુન બિજલાની તેની પત્ની નેહા સાથે પાર્ટીમાં પહોંચ્યા હતા.આ પાર્ટીમાં હિના ખાને “જલેબી બાઇ” ગીત પર ખૂબ જ ડાંસ કર્યો હતો અને આ દરમિયાન હિના અને અર્જુનની કેમિસ્ટ્રી જોવાલાયક હતી.
પાર્ટી દરમિયાન અર્જુને એક વીડિયો બનાવીને શેર કર્યો છે. આ વીડિયોમાં અર્જુન હિના ખાનને આઇ લવ યુ કહે છે. તેના પર હિના પણ તેને જવાબમાં આઇ લવ યુ 2 કહે છે અને કિસ કરે છે.
તમને જણાવી દઇએ કે અર્જુન બિજલાનીના આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ વખત જોવાઇ ચૂકયો છે. આ વીડિયોને શેર કરતાં અર્જુને એક હાર્ટ ઇમોજી બનાવ્યું છે.
View this post on Instagram
હિનાએ પણ આ વીડિયો પર કમેન્ટ કરીને અર્જુનને રિપ્લાય આપ્યો છે. હિના ખાને કમેન્ટમાં લખ્યું, ‘ઓ… તુ સૌથી વધુ ક્યુટ છે, તને ઘણો બધો પ્રેમ મારા દોસ્ત…તને જોઇ સારું લાગ્યું.
જુઓ વીડિયો :-
View this post on Instagram