કેન્સર સામે જંગ લડી રહેલી હિના ખાને કર્યા હિન્દુ યુવક સાથે સિક્રેટ લગ્ન, હાથમાં લગાવી રોકીના નામની મહેંદી…જુઓ ડ્રીમી વેડિંગ ફોટોઝ

“યે રિશ્તા…” ની ‘અક્ષરા’ હિના ખાને કર્યા લગ્ન, મનીષ મલ્હોત્રાની સાડીમાં સજી રોકીની દુલ્હનિયા- જુઓ લગ્નની તસવીરો

છેલ્લા કેટલાક સમયથી કેન્સર સામે ઝઝૂમી રહેલી હિના ખાન લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. અભિનેત્રીએ તેના લોન્ગટાઇમ બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે કોર્ટ મેરેજ કર્યા. અભિનેત્રીએ આ ખાસ લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા, જે આવતા જ વાયરલ થઈ ગયા. હિનાના ફોટોઝ શેર કરતાની સાથે જ ચાહકો એક્ટ્રેસને મિસથી મિસિસ બનવા બદલ અભિનંદન આપવા લાગ્યા.

લગ્નના ખાસ દિવસે હિના ખાને એપલ ગ્રીન સાડી પહેરી હતી અને પિંક બ્લાઉઝ કેરી કર્યો હતો. આ સાથે તેણે માથા પર દુપટ્ટો અને હાથ પર રોકીના નામની મહેંદી પણ લગાવી હતી. અભિનેત્રી હવે હંમેશા માટે રોકીની થઇ ગઇ છે. રોકીએ અભિનેત્રી સાથે મેળ ખાતો હળવા રંગનો કુર્તા પાયજામા પહેર્યો હતો. આ તસવીરો જોઈને એવું લાગે છે કે હિના અને રોકીએ ઘરે લગ્ન કર્યા છે.

હિના ખાન મુસ્લિમ છે, જ્યારે રોકી જયસ્વાલ હિન્દુ છે. હિનાએ જે તસવીરો શેર કરી છે તેમાંથી એકમાં આ કપલ લગ્નના કાગળો પર સહી કરતા જોવા મળી રહ્યા છે. હિના ખાન તેના લગ્નમાં ખૂબ જ સિંપલ અને ગોર્જિયસ લાગતી હતી. અભિનેત્રીએ પહોળી બોર્ડરવાળી એપલ ગ્રીન ભરતકામવાળી સાડી પહેરી હતી. આ સાથે હાથમાં બેંગલ્સ અને ગળામાં પાતળો હાર પહેર્યો હતો.

તેણે મિનિમલ મેકઅપ સાથે તેના લુકને પૂર્ણ કર્યો હતો. લગ્નની આ તસવીરો શેર કરતી વખતે, હિના ખાને એક સુંદર કેપ્શન લખ્યું- ‘અમે બંને અલગ અલગ દુનિયાના છીએ. પરંતુ અમે બંનેએ અમારુ પોતાનું બ્રહ્માંડ બનાવ્યું છે. અમારી વચ્ચેના બધા તફાવતો દૂર થઈ ગયા છે, હૃદય મળ્યા છે અને અમે અમારા જીવનના અંત સુધી સાથે રહીશું. અમે બધા અવરોધો તોડી નાખ્યા છે.

આજે અમે પ્રેમ અને કાયદાના બંધનમાં બંધાયેલા છીએ. કૃપા કરીને અમને પતિ-પત્ની તરીકે તમારા આશીર્વાદ આપો.’ હિના ખાનના લગ્નના આ ફોટા પર ચાહકો ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. તેમજ ટીવીથી લઈને બોલિવૂડ સુધીની મોટી હસ્તીઓ પણ બંનેને લગ્ન માટે અભિનંદન આપી રહી છે.

હિનાની સાડીની બોર્ડરને જરદોસી વર્કથી ભારે બનાવવામાં આવી હતી, જ્યારે પલ્લુ પર આપવામાં આવેલ પર્સનલ ટચથી તેની સુંદરતામાં વધારો થયો. હિનાના પલ્લુ પર હિના અને રોકી નામ હિન્દીમાં ચાંદીના દોરાથી ભરતકામ કરી લખવામાં આવ્યા હતા. ઉપરાંત 8 લખેલું છે, જેનો અર્થ ઇન્ફીનિટી એટલે કે અનંતતા થાય છે. એટલે કે, બંનેનો સાથ જીવનભર રહે.

જ્યાં સાડીમાં હિનાનો બ્રાઇડલ લુક અદ્ભુત લાગતો હતો ત્યાં વરરાજા રોકી પણ કંઇ કમ નહોતો લાગતો.હિના ખાન અને રોકી જયસ્વાલે ફેમસ ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના આઉટફિટ પહેર્યા હતા. રોકીએ મનીષ મલ્હોત્રાનો સિગ્નેચર ઇકતારા કુર્તો પહેર્યો હતો- જે ખાસ પ્રસંગ માટે યોગ્ય છે. અહેવાલ મુજબ, હિના ખાનની કુલ સંપત્તિ 52 કરોડ રૂપિયાથી વધુ છે, તે દર મહિને લગભગ 35 લાખ રૂપિયા કમાય છે.

તેની આવકનો સ્ત્રોત ફક્ત અભિનય જ નહીં પણ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પણ છે. હિના ખાન પાસે ઘણી લક્ઝરી કાર્સ પણ છે. તેણે ફક્ત તેની કારકિર્દીમાં જ નહીં પરંતુ તેના અંગત જીવનમાં પણ એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે. કેન્સરની સારવાર દરમિયાન પણ હિના ઇવેન્ટ્સમાં હાજરી આપતી રહી અને તેણે મનીષ મલ્હોત્રા માટે રેમ્પ વોક પણ કર્યું હતુ.

Shah Jina
error: Unable To Copy Protected Content!