આવો ભયાનક નજારો તમે આજ સુધી નહીં જોયો હોય, હિમાચલમાં હાઇ-વેની સાથે જ તૂટી પડ્યો પહાડ, વીડિયોમાં લાઈવ દૃશ્યો જોઈ ફફડી ઉઠશો

ચોમાસાની સીઝન ચાલી રહી છે ત્યારે સમગ્ર દેશમાં ઠેર ઠેર  વરસાદી વાતાવરણ જામ્યા છે. આ દરમિયાન કેટલીક દુર્ઘટનાઓ પણ સામે આવી રહી છે.  જેમાં ઘણી જગ્યાએ વીજળી પડી રહી છે તો ક્યાંક વાદળો ફાટી રહ્યા છે, જેમાં કેટલાક લોકોના મોત પણ નિપજ્યા છે, પરંતુ હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં હાઈ-વે સાથે આખો પહાડ જ ઢસડાઈ પડતો જોવા મળી રહ્યો છે.

હિમાચલ પ્રદેશના સિરમૌરમાં ભુસખ્લન બાદ રસ્તા બ્લોક થઇ ગયા છે. બરવાસની પાસે નેશનલ હાઇવે 707 ઉપર ટ્રાફિક રોકી દેવામાં આવ્યું છે. અહીંયા મુશળધાર વરસાદ બાદ ભૂસ્ખલનના કારણે પહાડમાં તિરાડ પડી ગઈ અને આખો પહાડ તૂટીને ચકનાચૂર થતો વીડિયોમાં જોવા મળી રહ્યો છે.

પહાડ સરકવાના કારણે રસ્તો પણ તૂટી ગયો છે. કેટલાય લોકો રસ્તામાં ફસાઈ ગયા અને ઘણા કલાકો સુધી રસ્તો જામ રહ્યો. ભૂસ્ખલન બાદ ઘણા લોકોએ દોડીને પોતાનો જીવ બચાવ્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. અને તેને જોઈને લોકો પણ ભયભીત થઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સોશિયલ મીડિયા ઉપર પણ આ ઘટનાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં પહાડ તૂટવાની ઘટના જોઈ શકાય છે આ ઉરપટ પહાડની સાથે હાઈ-વે પણ જમીનદોસ થતો પણ જોવા મળી રહ્યો છે.

Niraj Patel