વાયરલ

આ ભાઈએ કરાવી એવી હેરસ્ટાઇલ કે જોઈને તમે પણ માથું પકડી લેશો, બોલી ઉઠશો.. “ફેશનના નામ પર આ શું કરાવી નાખ્યું ભાઈએ” જુઓ વીડિયો

આવી હેરસ્ટાઇલ તમે પણ ક્યારેય નહિ જોઈ હોય ? જોઈને તમારા હાલ પણ થઇ જશે બેહાલ, વાયરલ થઇ રહ્યો છે વીડિયો

આજે મોટાભાગના લોકો અલગ અલગ ફેશનને લઈને ટ્રેન્ડ થતા હોય છે, બાહરી દુનિયાને બતાવવા માટે ઘણા લોકો ફેશનના એવા ઘેલા લગાવે છે કે તેમના વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે. ત્યારે હાલ એક એવા જ ભાઈની અનોખી હેરસ્ટાઇલનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને માથું પકડી લેવાનું મન થઇ જશે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે સલૂન વાળો એક ભાઈની હેરસ્ટાઇલ કરી રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સલૂન વાળો તે ભાઈના માથાના બસ થોડા ક જ વાળ છોડી દે છે અને પછી તેના પર પોતાની કલાકારી બતાવવાનું શરૂ કરે છે. તે ભાઈના માથામાં હવે બે ચોટલી વળી શકે એવા જ વાળ જોઈ શકાય છે.

જેના બાદ આ બંને ચોટલીઓને તે એકબીજા સાથે જોડી દે છે અને બંનેની વચ્ચે એક મોતી પણ લટકાવી દે છે. જેને જોઈને લોકો પણ દંગ રહી જાય છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપવાથી પોતાની જાતને રોકી શકતા નથી.

 

View this post on Instagram

 

A post shared by (@earthtell)

આ વીડિયોએ લોકોનું ભરપૂર મનોરંજન કર્યું છે. આ વીડિયો આમ તો થોડા મહિના જૂનો છે પરંતુ લોકોને તે ખુબ જ પસંદ આવી રહ્યો છે. ઘણા લોકોએ આવી અદભુત હેરસ્ટાઇલ પહેલીવાર જોઈ હોવાનું કહી રહ્યા છે, તો ઘણા લોકો આવું કરીને તેનો લુક બગાડી નાખ્યો હોવાનું પણ જણાવી રહ્યા છે, તો કોઈ આવા ખોટા દેખાડા ના કરવા પણ જણાવી રહ્યા છે.