અમદાવાદ : ઇસ્કોન બ્રીજ પર 160 કિમીની સ્પીડે આવી રહેલી જેગુઆર કારે અનેક લોકોને કચડ્યા..9ના મોત 10થી વધારે ઘાયલ- અડધી રાતે મરણચીસોથી હાઇવે ગુંજી ઉઠ્યો

અમદાવાદનાં ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં નવ લોકોનો કાળ બનનાર તથ્ય પટેલ કોણ છે? જાણો સમગ્ર મામલો

Ahmedabad Road Accident: ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવે છે, ત્યારે હાલમાં જ ગત રાત્રે અમદાવાદમાંથી અકસ્માતનો એવો મામલો સામે આવ્યો કે તસવીરો જોઇ તમે પણ વિચલિત થઇ જશો. ગત રાતે સરખેજ-ગાંધીનગર હાઈવે પર એક મોટો માર્ગ અકસ્માત થયો. ઈસ્કોન બ્રિજ પર આ હિટ એન્ડ રનની ઘટનામાં જેગુઆર કાર લોકો પર ચડી ગઈ હતી, અને એક પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મોત થયા હતા.

160 કિમીની સ્પીડે આવી રહેલી જેગુઆર કારે અનેક લોકોને કચડ્યા
મૃતકોમાં બોટાદના સુરેન્દ્રનગરના યુવાનોનો પણ સમાવેશ થાય છે. જેગુઆરની સ્પીડ 150-160 કિમીથી વધુ હતી. આ અકસ્માતમાં 10થી વધારે લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે. તમામ ઘાયલોને શહેરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગત રાતે ઇસ્કોન બ્રિજ પર એક અકસ્માત થયો, જેમાં ટ્રકે થાર એસયુવીને ટક્કર મારી હતી. આ અકસ્માત બાદ ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. સ્થળ પર લોકોનું ટોળું એકઠું થયું હતું. આ દરમિયાન એક તેજ રફતાર જેગુઆર કારે બ્રિજ પર અનેક લોકોને કચડ્યા.

9 લોકોના કમકમાટી ભર્યા મોત
પોલીસે જણાવ્યું કે, ઘાયલોમાં કાર ચાલકનો પણ સમાવેશ થાય છે. અકસ્માત બાદ ઈસ્કોન મંદિર પાસેના ફ્લાયઓવરને પોલીસે હંગામી ધોરણે બંધ કરી દીધો હતો. અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થયેલા આ ગોઝારા અકસ્માતમાં 9 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે, જેમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાન પણ સામેલ છે. અકસ્માત એટલો ગંભીર હતો કે રોડ પર તો લોહીના ખાબોચિયા ભરાઇ ગયા હતા અને લોકો પણ 25-30 ફૂટ દૂર ફંગોળાયા હતા.

ડમ્પરની પાછળ મહિન્દ્રા થાર ઘૂસી, પછી આવી જેગુઆર…
જણાવી દઇએ કે, ઇસ્કોન બ્રિજ પરથી પસાર થતાં ડમ્પરની પાછળ મહિન્દ્રા થાર કાર ઘૂસી ગઇ હતી અને તેને જોવા માટે લોકોના ટોળા એકઠા થયા હતા, મોડી રાતે બનેલા આ અકસ્માતના કારણે બ્રિજ ઉપર ચોંકાવનારો બનાવ બન્યો. આ અકસ્માત બન્યા બાદ જ્યારે લોકો અકસ્માત જોઈ રહ્યા હતા ત્યારે જ કર્ણાવતી ક્લબ તરફથી આવી રહેલી જેગુઆર કાર કે જેની સ્પીડ અંદાજે 150-160 જેટલી હતી તે અકસ્માત જોઈ રહેલા ટોળા પર ફરી વળી અને તેને કારણે કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર સિંહ સહિત 9 લોકોનાં મોત નિપજ્યા,

કુખ્યાત આરોપીના દિકરાએ સર્જ્યો અકસ્માત 
કુખ્યાત આરોપી પ્રજ્ઞેશ પટેલના દિકરા તથ્ય પટેલે અકસ્માત સર્જ્યો હોવાનું મીડિયા અહેવાલો અનુસાર સામે આવ્યુ છે. આ ઉપરાંત 10થી વધુ લોકોને ઈજાઓ પણ પહોંચી. અકસ્માત જે કારે સર્જ્યો તેની અંદર ગોતા વિસ્તારમાં કુખ્યાત ઈમેજ ધરાવતા વ્યક્તિનો દીકરો અને તેની સાથે બીજા એક યુવક અને યુવતી હતા. તેઓને પણ ઈજા પહોંચી છે. આ બનાવ બાદ કાર ચાલકને લોકોએ સબક શીખવાનો પ્રયાસ કર્યો હતો, જો કે કેટલાકે તેને સીમ્સમાં દાખલ કરાવ્યો હતો.

પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકો મોતને ભેટ્યા
અકસ્માતમાં જે લોકોના મોત થયા છે, તેમના નામ ધર્મેન્દ્ર સિંહ (પોલીસ કોન્સ્ટેબલ), અમન કચ્છી – સુરેન્દ્રનગર, અરમાન વઢવાનિયા – સુરેન્દ્રનગર, નિરવ – ચાંદલોડિયા, અક્ષય ચાવડા – બોટાદ, રોનક વિહલપરા – બોટાદ, કૃણાલ કોડિયા – બોટાદ, નિલેશ ખટીક – હોમગાર્ડ, બોડકદેવ છે અને આ ઉપરાંત હજુ સુઝી એકની ઓળખ થઈ નથી.

Shah Jina