શર્મનાક ! સગાઇની થીમ ‘સ્વર્ગ’, હવામાં ટ્રે સાથે લટકાવવામાં આવી છોકરી, વીડિયો જોઇ ભડક્યા લોકો
Heaven Themed Engagement Ceremony: ભારતીય લગ્નો ઘણી બધી ધાર્મિક વિધિઓ અને ડાંસ વિના અધૂરા છે. આજકાલ લગ્નોમાં થીમ રાખવામાં આવે છે. સોશિયલ મીડિયા એવા અનેક વીડિયોથી ભરેલું છે જેમાં તમે પ્રી-વેડિંગથી લઈને રિસેપ્શન સુધી ઘણી અનોખી વસ્તુઓ જોઈ શકો છો.
સગાઇની થીમ ‘સ્વર્ગ’
આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જે સગાઈનો છે. આ સગાઇની થીમ હતી ‘હેવન’ એટલે કે સ્વર્ગ. છોકરીઓને ઉડવાવાળી એન્જલ તરીકે બતાવવા માટે અપનાવવામાં આવેલી રીત જોઈને લોકો ચોંકી ગયા. સોશિયલ મીડિયા પર લોકો આ અંગે વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
હવામાં ટ્રે સાથે લટકાવવામાં આવી છોકરી
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર નિકિતા ચતુર્વેદીએ શેર કર્યો હતો. વાયરલ વીડિયોમાં સફેદ કપડામાં છોકરીઓને હોલમાં લટકતી જોઈ શકાય છે. એક છોકરીએ તેના હાથમાં ટ્રે પકડી છે. જેમાં કપલની સગાઇ વીંટી રાખવામાં આવી છે. વીડિયોના કેપ્શનમાં નિકિતા ચતુર્વેદીએ લખ્યું કે, ‘કોમેન્ટ કરો, હું ત્યારે જ લગ્ન કરીશ…હવે ઓટો કરેક્ટરને પોતાનું સ્ટેટમેન્ટ પૂરુ કરવા દો.’
થીમ પર બવાલ
આ ઉપરાંત તેણે વધુ એક વીડિયો શેર કર્યો, જેમાં કપલ સ્ટેજ સુધી ચાલતું આવે છે. સફેદ કપડાં પહેરેલી છોકરીઓને નજીકમાં ડાન્સ કરતી બતાવવામાં આવી છે. ત્યારબાદ બંને એકબીજાને વીંટી પહેરાવે છે. આ વીડિયોને લાખો લોકોએ જોયો છે અને હજારો લોકોએ લાઈક કર્યો છે.
લોકોએ આપી આવી પ્રતિક્રિયા
કમેન્ટ કરતી વખતે લોકો તેને ‘અમાનવીય’ અને ‘ક્રૂરતા’ કહી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો કહે છે કે આ ખૂબ જ ખતરનાક છે, તો એક યૂઝરે આના પર લખ્યું, ‘આ ખૂબ જ ક્રૂર છે. મારો કહેવાનો અર્થ એ છે કે તેઓ પણ માણસો છે. અન્ય યુઝરે લખ્યું, ‘આ અમાનવીય છે. માત્ર દેખાડો કરવા માટે માણસો સાથે શો પીસ જેવો વ્યવહાર કરવામાં આવે છે.
View this post on Instagram
અન્ય એક યૂઝરે કહ્યુ- “માણસનો ઉપયોગ પ્રોપ્સ તરીકે કરવાનું બંધ કરો. હું સમજું છું કે કોઈ પણ કાર્ય મોટું કે નાનું નથી, પરંતુ દરેક વ્યક્તિ મૂળભૂત માનવીય ગૌરવ અને સન્માનને પાત્ર છે.”
View this post on Instagram