રાજકોટમાં કાર હંકારતા કાકાને આવ્યો હાર્ટ એટેક! મૂર્છિત જોઈ સ્થાનિકો દોડ્યા, પછી ધાર્યું ધણીનું થયું!
Heart Attack In Running Car Rajkot : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. કેટલાય લોકોના હાર્ટ એટેકના કારણે મોત પણ થઇ ગયા છે. કોઈને જીમમાં કસરત કરતા કરતા હાર્ટ એટેક આવી જાય છે, તો કોઈને ચાલતા ચાલતા, તો કોઈ ઊંઘમાં જ હાર્ટ એટેકના કારણે મોતને ભેટતું હોય છે. ત્યારે હાલ રાજકોટમાંથી એક રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે, જેમાં એકવ્યક્તિને ચાલુ કારમાં જ હાર્ટ એટેક આવી ગયો હતો.
કાર ચાલકને આવ્યો હાર્ટ એટેક :
આ ઘટના સમયે આવી છે રાજકોટના એસ્ટ્રોન ચોક પાસે બની હતી, જેમાં એક વ્યક્તિને ચાલુ કારમાં જ હાર્ટ એટેક આવી ગયો હતો. અંદાજિત 50 કે 55 વર્ષના વ્યક્તિને ચાલુ કારમાં જ હાર્ટ એટેક આવતા જ સ્થાનિક લોકો દોડી ગયા, આસપાસના વેપારીઓ અને સ્થાનિક લોકો તે વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં લઈને દોડી ગયા હતા. આ સમગ્ર ઘટનાના લાઈવ દૃશ્યો પણ સામે આવ્યા છે, જેને જોઈને સ્થાનિકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.
હોસ્પિટલમાં પહોંચતા પહેલા જ મોત :
ત્યારે હોસ્પિટલમાં પહોંચતા જ તબીબોએ કાર ચાલકને મૃત જાહેર કર્યો હતો. રાજકોટમાં જ છેલ્લા થોડા સમયમાં કેટલાય લોકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યા છે, આ ઉપરાંત ગુજરાતભરમાં પણ રોજ બરોજ કોઈના કોઈની હાર્ટ એટેકથી મોત થવાની ખબરો પણ સૅમ આવતી રહે છે, ખાસ કરીને યુવાનો હાર્ટ એટેકનો ભોગ વધુ બની રહ્યા છે, ત્યારે રાજ્ય માટે સતત વધી રહેલા હાર્ટ એટેકના મામલાઓ પણ ચિંતાનો વિષય બન્યા છે.