ભરોસા વગરની જિંદગી છે, જામનગરના દિગ્ગજ હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો.ગૌરવ ગાંધીનું હાર્ટ એટેકથી મોત

Jamnagar cardiologist Heart Attack Shocking News : ગુજરાતમાં છેલ્લા ઘણા મહિનાઓથી હાર્ટ એટેકથી મોતના કિસ્સા સામે આવી રહ્યા છે. કોઇને લગ્નમાં નાચતી વખતે તો કોઇને ક્રિકેટ કે ફૂટબોલ રમતા સમયે અચાનક તો કોઇને વાહન ચલાવતી વખતે કે પછી કોઇને જીમમાં વર્કઓઉટ કરતી સમયે હાર્ટ એટેક આવી રહ્યા છે અને તેમના મોત થઇ જતા હોય છે.

આવા કિસ્સાઓ છેલ્લા ઘણા સમયમાં ઘણા સામે આવી ચૂક્યા છે અને હજુ પણ આ સિલસિલો યથાવત છે. ત્યારે હાલમાં જામનગરમાંથી ચકચારી હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના જાણીતા તબીબનું હાર્ટ એટેકથી નિધન થયું છે. જામનગરના પ્રખ્યાત હ્રદયરોગ નિષ્ણાંત ડોક્ટર ગૌરવ ગાંધીનું 41 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થયું હોવાની ખબર સામે આવી રહી છે.

ડૉ. ગૌરવ ગાંધીના નિધનના કારણે જામનગરના તબીબોમાં શોકનો માહોલ છવાયો છે. જણાવી દઇએ કે, ડોક્ટર ગૌરવ ગાંધી માત્ર જામનગર કે ગુજરાતના નહીં પણ આંતરાષ્ટ્રીય કક્ષાએ પણ ખ્યાતિ પ્રાપ્ત હૃદયના ડૉક્ટર હતા, ત્યારે તેમનું નિધન તબિબ જગતમાં ચર્ચાનો વિષય બન્યું છે. ડૉ.ગૌરવ ગાંધી પોતાના ઘરેથી હોસ્પિટલ જવા માટે નીકળ્યા હતા અને આ દરમિયાન જ તેમને હાર્ટ એટેક આવતા તેમનું નિધન થયું.

આજે સવારે ડોક્ટર ગૌરવ ગાઁધી ઘરેથી હોસ્પિટલ જવા નીકળ્યા ને અચાનક જ તેમને હૃદયનો હુમલો આવ્યો હતો. જેના બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા, પરંતુ તે પહેલા તેઓએ દમ તોડ્યો હતો. ડૉક્ટર ગૌરવ પોતે લોકોને હાર્ટની તકલીફથી બચવા માટે શું કરવું અને કેવી રીતે કાળજી રાખવી તેની સલાહ આપતા, ત્યારે કોઈએ સપનામાં પણ નહિ વિચાર્યું હો કે તેમની સાથે આવું થઈ શકે છે.

જો તમારે પણ હાર્ટએટેકથી બચવું હોય અને બધી જ માહિતી જોવી હોય તો નીચે આપેલો વીડિયો પ્લે કરો અને પ્લીઝ ગમે તો બધા જોડે શેર કરજો…

YC