જેને તમે શાકાહારી સમજીને ખાવ છો તે હકિકતમાં માંસાહાર તો નથી ને! શ્રાવણ મહિનામાં રહો સાવધાન

નોંધનિય છે કે, કેટલાક ખાદ્ય પદાર્થોને છે જેને આપણે શાકાહારી માનીએ છીએ પરંતુ હકિકતમાં તે સંપૂર્ણપણે શાકાહારી હોતા નથી. આવી વસ્તુઓમાં થોડી માત્રામાં એનિમલ પ્રોડક્ટ ભેળવેલા હોય છે. આપણ તેને ખરીદતી વખતે તેમના લેબલ પર ધ્યાન આપતા નથી. આ નોન-વેજ ઉત્પાદનોના વિકલ્પ તરીકે બજારમાં ઉપલબ્ધ છે. નોંધનિય છે કે હાલમાં શ્રાવણ મહિનો છે, તેથી ઘણી વસ્તુનો ઉપવાસમાં પણ ઉપયોગ કરવામાં આવે છે, તેથી વધુ સાવચેતી રાખવાની જરૂર છે. તો ચાલો આજે આપણે જાણીએ આવા ઉત્પાદનો વિશે કે જે શુદ્ધ શાકાહારી ન હોય તેવી સંભાવના છે.

ચીઝ:
મોટાભાગના લોકો તેમના બ્રેક ફાસ્ટમાં, સ્નેક્સ કે ખોરાકમાં કોઈને કોઈ પ્રકારે ચીઝનો ઉપયોગ કરે છે. ખાસ કરીને બાળકોને તે ખૂબ જ પસંદ આવે છે. કેટલાક ખાસ પ્રકારના ચીઝમાં રેન્નેટ ભેળવેલુ જોવા મળે છે. તે એક પ્રકારનું એન્ઝાઇમ છે જે વાછરડાઓના પેટમાંથી કાઢવામાં આવે છે. તેનો ઉપયોગ ચીઝને ઘાટ્ટુ બનાવવા માટે કરવામાં આવે છે. જો કે, શાકાહારી ચીઝ પણ બજારમાં ઉપલબ્ધ છે જેમાં આ એન્ઝાઇમનો ઉપયોગ થતો નથી. તેથી જો તમારે શાકાહારી ચીઝ લેવાની ઇચ્છા હોય, તો તે ખરીદતા પહેલા તેના લેબલને ચોક્કસપણે તપાસો.

ઓમેગા-3 પ્રોડક્ટ:
નોંધનિય છે કે, કેટલીક ચીજોમાં નેચરલ રીતે ઓમેગા -3 હોતું નથી પરંતુ તે ઓમેગા-3માં સમૃદ્ધ બનાવીને બજારમાં વેચવામાં આવે છે. આ વસ્તુઓ શાકાહારી હોતી નથી અને તેમા માછલીમાંથી મળતા પ્રોડક્ટ ભેળવવામાં આવે છે. જો તમે શાકાહારી છો, તો પછી ઓમેગા-3 માટે આહારમાં અળસી, ચિયા સીડ્સ અને અખરોટનો સમાવેશ કરી શકો છો.

સોફ્ટ ડ્રિંક્સ:
તમને જાણીને આશ્ચર્ય થશે કે કેટલાક સોફટ ડ્રિંકમાં થોડી માત્રામાં જીલેટીન ઉમેરવામાં આવે છે. તેનો ઉપયોગ ડ્રિંક્સને જાડુ બનાવવા માટે કરવામાં આવે છે. જીલેટીન પ્રાણીઓના અંગોમાંથી મેળવવામાં આવે છે. જો કે તેનો ઉપયોગ દરેક સોફ્ટ ડ્રિંકમાં થતો નથી, પરંતુ તમે શું પી રહ્યા છો તેની માહિતી સારી રીતે મેળવી લો. જો તમારે શુદ્ધ શાકાહારી પીણું પીવું છે, તો પછી તમે ઘરે જાતે જ બનાવશો તો સારું રહેશે.

સફેદ ખાંડ:
તમને જણાવી દઈએ કે, ઘણી જગ્યાએ રિફાઈંડ વાઈટ સુગરને ‘બોન ચાર(હાડકાનો ભુકો)’ અથવા કુદરતી કાર્બન પદ્ધતિનો ઉપયોગ કરીને બ્લીચ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં પ્રાણીના હાડકાંનો ઉપયોગ કરવામાં આવે છે. કન્ફેક્શનર અને બ્રાઉન સુગરમાં પણ તેને ભેળવવામાં આવે છે કારણ કે તે બંને સફેદ ખાંડમાંથી જ બનાવવામાં આવે છે.

વેનીલા આઇસક્રીમ:
નોંધનિય છે કે, લગભગ દરેકને આઇસક્રીમનો વેનીલા ફ્લેવર ગમે છે. વેનિલા ફ્લેવર માટે કેટલીક પ્રોડક્ટમાં બીવર(beaver)ના શરીરના અંગોમાંથી મેળવેલા કેટલાક ઘટકો મો ઉપયોગ થાય છે. ટેકનીકલી રીતે તેને કેસ્ટરમ કહેવામાં આવે છે. વેનીલાને સ્વાદ આપવા માટે ઉત્પાદનમાં કેસ્ટોરમ ઉમેરવામાં આવે છે. એફડીએના નિયમો મુજબ, કેસ્ટોરમનું સેવન કરવામાં કોઈ નુકસાન નથી અને તેને ઉત્પાદનની સામગ્રી સૂચિમાં પણ સામેલ કરવાની જરૂર નથી.

Niraj Patel