ચીનને ધ્રુજાવી ચઢાવી દેનારો BF.7ની થઇ ગઈ છે ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદ અને વડોદરામાં સામે આવ્યા કેસ, આરોગ્ય મંત્રીએ આપી આ ચેતવણી

ભારતની અંદર છેલ્લા ઘણા સમયથી કોરોનાનો કહેર એકદમ શાંત થઇ  ગયેલો જોવા મળ્યો હતો. લોકો મુક્ત રીતે બહાર ફરી રહ્યા હતા અને ઉત્સવો પણ ઉજવી રહ્યા હતા. કોરોના સમયમાં લગાવવામાં આવેલી બધી જ પાબંધીઓ પણ હટાવી લેવામાં આવી હતી. ત્યારે હવે ફરી એકવાર કોરોનાના નવા વેરિએન્ટે માથું ઊંચક્યું છે અને તેનો કહેર હાલ તો ચીનમાં લોકોને ધ્રુજાવી રહ્યો છે.

ત્યારે ચીનમાં હાલ બધી રહેલા કોરોનાના કેસના કારણે આખા વિશ્વમાં ચિંતાનો દોર જોવા મળી રહ્યો છે. ચીનમાં હાલ કોરોનાનું નવું વેરિએન્ટ BF.7 લોકો માટે જીવલેણ બની રહ્યું છે. BF.7 વેરિયન્ટનું વૈજ્ઞાનિક નામ BA.5.2.1.7 છે. BF.7 ઓમિક્રોનનું જ એક સબ-વેરિયન્ટ છે. જો કોઈ વ્યક્તિ આ વાયરસની ઝપેટમાં આવે છે તો ઝડપથી તેના લક્ષણો પણ દેખાઈ આવે છે. અત્યાર સુધી આવેલા કોરોનાના અલગ અલગ વેરિએન્ટ કરતા આ વેરિએન્ટ ખુબ જ ઝડપથી ફેલાય છે.

ત્યારે હવે આ નવા વેરિએન્ટની ગુજરાતમાં પણ એન્ટ્રી થઇ ચુકી છે. ગત સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાથી વડોદરામાં આવેલા વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના રિપોર્ટને ગાંધીનગર જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યો હતો, જેમાં તે BF.7 હોવાનું સામે આવ્યું હતું.  આ ઉપરાંત સોલા વિસ્તારમાં રહેતા એક 57 વર્ષીય વ્યક્તિનો પણ નવેમ્બર મહિનામાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો થયો.  જેને પણ ગાંધીનગર લેબમાં મોકલતા BF.7 વેરિએન્ટ હોવાનું સામે આવ્યું થયુ. હાલ આ બંને દર્દીઓની હાલત સ્થિર છે.

ત્યારે આ ચિંતાજનક સ્થિતિને લઈને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે ગઈ કાલે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ-1 ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથેની આ બેઠકમાં રાજ્યમાં કોરોના સામેની સુરક્ષા માટે અગમચેતીના ભાગરૂપે તમામ વ્યવસ્થાઓથી સજ્જ થવા માટે આરોગ્યમંત્રી તરફથી સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત આરોગ્ય મંત્રીએ વિદેશી પ્રવાસીઓના ફરજિયાત કોરોના ટેસ્ટિંગ કરવા માટેની પણ સૂચના આપી.

Niraj Patel