તે 2 બાળકોનો પિતા છે અને તલાકસુધા છે, પછી જે કરીના કપૂરે કર્યું..જુઓ
બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર અને બોલિવુડના નવાબ સૈફ અલી ખાન બોલિવડના પોપ્યુલર કપલમાંના એક છે. બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. લગ્ન બાદ તેઓ ખુશીથી તેમનું લગ્નજીવન વિતાવી રહ્યા છે.
કરીના કપૂર એ સમયે ટોપ પર હતી જયારે તેણે વર્ષ 2012માં સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. સૈફ કરીનાથી 12 વર્ષ મોટા છે. એવામાં કરીનાનો તેમના સાથે લગ્ન કરવાનો નિર્ણય સરળ ન હતો. પરંતુ કરીના તેના પ્રેમ પર અડગ રહી અને તેણે સૈફ સાથે લગ્ન કર્યા.
સૈફ સાથે લગ્ન કરવા પર કરીનાને ઘણા લોકોએ રોકવાની કોશિશ કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, સૈફ 2 બાળકોનો પિતા છે અને તેમના તલાક પણ થયેલા છે. તેમના સાથે લગ્ન કરવા બરાબર નથી.
કરીના કપૂરે આ ખુલાસો ઘણા સમય પહેલા કરણ જોહરના ચેટ શો પર કર્યો હતો. તેણે કહ્યુ, જયારે મેં સૈફ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો તો ઘણા લોકો કહેતા હતા કે તે બે બાળકોના પિતા છે. તેઓ તલાક પણ લઇ ચૂક્યા છે. શું તુ સાચે આમ કરવા માંગે છે ?
કરીનાએ વધુમાં કહ્યુ કે, લોકોનું કહેવુ હતુ કે તારુ કરિયર ખત્મ થઇ જશે ત્યારે મેં વિચાર્યુ કે, શું પ્રેમ કરવો ગુનો છે ? મેં નિર્ણય કરી લીધો કે, કરીએ અને પછી જોઇએ કે શું થાય છે ?
તમને જણાવી દઇએ કે, સૈફ અને કરીનાના લગ્નને 9 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. બંનેની પ્રેમ કહેની ચાહકો માટે મિસાલ છે. બંને બે બાળકોના પિતા પણ બની ચૂક્યા છે.
સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂરે 21 ફેબ્રુૂઆરીના રોજ તેના બીજા દીકરાને જન્મ આપ્યો હતો. તેમનો મોટો દીકરો તૈમુર અલી ખાન છે અને તે પોપ્યુલર સ્ટાર કિડ્સમાંનો એક છે.
સૈફ અલી ખાનના પહેલા લગ્ન બોલિવુડ અભિનેત્રી અમૃતા સિંહ સાથે થયા હતા. તેઓએ વર્ષ 1991માં લગ્ન કર્યા હતા અને લગ્નના ઘણા વર્ષો બાદ વર્ષ 2004માં તેમના તલાક થયા હતા. સૈફ અને અમૃતાના બે બાળકો છે, સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન.
તમને જણાવી દઇએ કે, સારા અલી ખાન બોલિવુડમાં ડેબ્યુ કરી ચૂકી છે. હવે ચાહકો ઇબ્રાહિમ અલી ખાનના ડેબ્યુની રાહ જોઇ રહ્યા છે. સારા અલી ખાને તેના અભિનય અને ખૂબસુરતીના દમ પર બોલિવુડમાં થોડા સમયમાં જ એક ખાસ ઓળખ બનાવી લીધી છે.