માલિક હતા પતિ-પત્ની, હવે રસ્તા કિનારે વેચે છે કઢી-ચાવલ અને રાજમા-ચાવલ- કારણ જાણી તમારી આંખમાં પણ આવી જશે આંસુડા

સારુ ચાલી રહ્યુ હતુ જીવન, અચાનક લાગ્યો ઝાટકો, રસ્તા પર દુકાન લગાવવા મજબૂર થયા વૃદ્ધ દંપતિ ! રડાવી નાખશે કહાની….

જીવનમાં ક્યારે કયો વળાંક આવશે અને ક્યાં પહોંચીશું તે કહી શકાય નહીં. કોવિડ-19 મહામારી અને ત્યારપછી લોકડાઉને સમગ્ર વિશ્વમાં લગભગ દરેકનું જીવન બદલી નાખ્યું. ઘણા લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા, તો ઘણા લોકોને ભારે નુકસાન થયું હતું, જ્યારે કેટલાકને તેમના વ્યવસાય સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી હતી. આવી જ કહાની છે હરિયાણાના ફરીદાબાદમાં રહેતા એક કપલની.

આ કપલ પહેલા એક પ્રિન્ટિંગ પ્રેસના માલિક હતા અને સારું જીવન જીવી રહ્યા હતા, પણ પછી અચાનક કોરોના અને લોકડાઉને તેમનું આખું જીવન બદલી નાખ્યું. આ બંને એવા લોકોમાં પણ સામેલ છે જેમને લોકડાઉન દરમિયાન નુકસાન થયું અને હવે સ્થિતિ એવી છે કે એક સમયે માલિક તરીકે વૈભવી જીવન જીવતું આ દંપતી ફૂડ સ્ટોલ ચલાવીને પોતાનું જીવન ગુજારી રહ્યુ છે. કોવિડ અને ત્યારપછીના લોકડાઉને સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું. તે પછી લોકોની જીવનશૈલી બદલાઈ ગઈ. કોવિડ અને લોકડાઉને લોકો પર વિનાશ વેર્યો.

આ દરમિયાન ઘણા લોકોએ નોકરી ગુમાવી, કેટલાકને નુકસાન થયું જ્યારે કેટલાકને તેમના વ્યવસાય સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી. ફરીદાબાદમાં એક પતિ-પત્ની કે જેઓ અગાઉ પ્રિન્ટીંગ પ્રેસ ધરાવતા હતા, તેઓને લોકડાઉન દરમિયાન નુકસાન થયું હતું અને હવે તેઓ આજીવિકા કમાવવા માટે ફૂડ સ્ટોલ ચલાવી રહ્યા છે. ફરીદાબાદના ફૂડ બ્લોગર જતિન સિંહે એક કપલનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

જેમાં જોઈ શકાય છે કે કપલ સ્ટોલ પર ઉભા છે. તેની પાસે બે વાસણ છે અને એકમાં કઢી-ચાવલ તો બીજામાં રાજમા-ચાવલ છે. તે વ્યક્તિ કહે છે, “હું પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતો હતો, પરંતુ લોકડાઉન દરમિયાન તે બંધ થઈ ગયું. પછી, મેં થોડો સમય કામ કર્યું, પરંતુ અમારા રોજિંદા ખર્ચાઓને પહોંચી વળવા માટે વધુ પૈસાની જરૂર હતી.” તેથી, અમે બંને અમારો પોતાનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું કારણ કે અમે જાણતા હતા કે કેવી રીતે રાંધવું.” હવે આ કપલ બંને કઢી ચાવલ અને રાજમા ચાવલ વેચીને પોતાનું પેટ ભરે છે.

દંપતીએ બંનેના રેટ 40 રૂપિયા પર પ્લેટ રાખ્યા છે અને તેઓ તેમના કામથી સંતુષ્ટ પણ છે. 23 માર્ચના રોજ શેર કરવામાં આવેલા આ વીડિયોને ઇન્સ્ટા પર 10 લાખથી વધારે વ્યૂઝ અને 49 હજારથી વધુ લાઈક્સ મળી છે. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, “આ કપલ શેરીમાં રાજમા ચાવલ વેચી રહ્યું છે.” આના પર એક યુઝરે લખ્યું, “મેં ટ્રાય કર્યો! તે અદ્ભુત હતું.” અન્ય એક વ્યક્તિએ કહ્યું, “ભગવાન તેમને આશીર્વાદ આપે, તેઓ ઘણા પૈસા કમાય.” એક બીજા વ્યક્તિએ કહ્યું, “સેલ્યુટ હૈ સર આપકો.”

 

View this post on Instagram

 

A post shared by Jatin singh (@foody_jsv)

Shah Jina