વર્ષ 2021 ઘણા સેલેબ્સના ઘરે ખુશીઓ લાવ્યુ છે. આ વર્ષની શરૂઆતમાં અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ઘરે દીકરીનો જન્મ થયો છે. ત્યારબાદ કરીના કપૂર અને સૈફ અલી ખાન બીજીવાર દીકરાના પેરેન્ટ્સ બન્યા છે. ત્યારે હવે સિંગર હર્ષદીપ કૌર પણ મા બની ગઈ છે. હર્ષદીપ કૌરે દીકરાને જન્મ આપ્યો છે.
View this post on Instagram
તમને જણાવી દઇએ કે, હર્ષદીપ કૌર અને તેના પતિ મનકિતે આ ખુશખબરી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તસવીર શેર કરીને કરી છે.
View this post on Instagram
હર્ષદીપ કૌરે તસવીર શેર કરતા લખ્યુ કે, અમારી પાસે સ્વર્ગનો ટુકડો આવ્યો છે. જેને અમને માતા-પિતા બનાવ્યા છે. અમારો જુનિયર સિંહ આવી ગયો છે. અમે ખૂબ જ ખુશ છીએ.
View this post on Instagram
આ પહેલા હર્ષદીપે એક તસવીર શેર કરી હતી જેમાં તે અને તેના પતિ બંને નાઇટશુટમાં જોવા મળ્યા હતા. આ તસવીર શેર કરતા તેણે લખ્યુ હતુ કે, અમે બંને કેટલાક સમય માટે સૂવા જઇ રહ્યા છે, તે સ્લાપલેસ લાઇટ્સના આવવા પહેલા.
View this post on Instagram
ગત અઠવાડિયે જ હર્ષદીપ કૌરનું બેબી શાવર યોજાયું હતું. હર્ષદીપના મિત્રોએ તેના માટે સરપ્રાઈઝ બેબી શાવરનું આયોજન કર્યું હતું. નીતિ મોહન સહિતના તેના મિત્રો હાજર રહ્યા હતા.
View this post on Instagram
હર્ષદીપે બેબીશાવરની તસવીરો શેર કરતાં લખ્યું હતું, “મને અઢળક પ્રેમ કરતાં લોકોથી ઘેરાઈને ખુશ છું. સ્વીટેસ્ટ બેબી શાવર સરપ્રાઈઝ. હર્ષદીપ કૌરના દીકરાનો જન્મ 2 માર્ચે થયો હતો. માતા બન્યા બાદ તે ઘણી ખુશ છે. સોશિયલ મીડિયા પર તેણે તેની ખુશી પણ જાહેર કરી છે.
હર્ષદીપ કૌરના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેણે વર્ષ 2008માં સિંગિંગ શો “જૂનૂન કુછ કર દિખાને”કા જીત્યો હતો. હર્ષદીપ કૌરની સિંગિંગને ચાહકો ઘણી પસંદ કરે છે.
વર્ષ 2003માં તેણે બોલિવુડમાં તેનું પહેલું ગીત ગાયુ હતુ અને તે બાદથી તેણે ઘણા હિટ ગીતો આપ્યા છે. હર્ષદીપે વર્ષ 2015માં મનકિત સિંહ સાથે લગ્ન કર્યા હતા.