હર્ષ સંઘવીનું લિકર પરમિટને લઈ નિવેદન, જાણો ગિફ્ટ સીટીમાં દારૂબંધીની છૂટ મુદ્દે ગૃહ રાજ્યમંત્રીએ શું કહ્યુ…

Gandhinagar લીકર પોલિસી મુદ્દે Harsh Sanghviએ આપ્યું નિવેદન, કહ્યું કે….

ગાંધીનગરના ગિફ્ટ સીટીમાં રાજ્ય સરકાર દ્વારા લિકર પરમિશન આપવામીં આવ્યા બાદ દરેક જગ્યાએ તેની ચર્ચા થઇ રહી છે. ત્યારે આ મુદ્રે પહેલીવાર સુરત ઓલપાડ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીની પ્રતિક્રિયા સામે આવી. હર્ષ સંઘવીએ જણાવ્યું કે, લિકર પરમિટને લઈ માર્ગદર્શિકા જાહેર થશે અને પરમિટ મુદ્દે નિયમ છે તે વિભાગ દ્વારા આપવામાં આવશે.

આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યુ કે, લિકર પરમિટને લઈ માર્ગદર્શિકા જાહેર થશે. તેમજ સરકાર દ્વારા GR જાહેર કરવામાં આવશે. જણાવી દઇએ કે, ગુજરાત સરકારે થોડા દિવસ પહેલા જ ગિફ્ટ સીટીમાં દારૂની છૂટ આપી અને તે બાદ વિપક્ષી નેતાઓની પણ આ અંગે પ્રતિક્રિયાઓ સામે આવી હતી.

આ મામલે રાજકારણ ગરમાયુ હતુ અને વિપક્ષી નેતાઓએ આ નિર્ણયને વખોડ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે જો કોઈ પકડાય છે તો એ એવું જ કહેશે કે ગિફ્ટ સીટીથી આવ્યો છું. જો કે, લોકો વચ્ચે પણ લિકર પરમિટને લઇને ચર્ચાઓ ચાલી રહી છે.

Shah Jina