સુરત : ગૃહમંત્રી હર્ષ સંઘવીની RTOમાં સરપ્રાઈઝ વિઝીટ, સરકારી બાબુઓ થયા દોડતા

Harsh Sanghvi At Surat RTO Office : ઘણીવાર ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) એક્શન મોડમાં જોવા મળતા હોય છે, ત્યારે આજે ફરી એકવાર તેમનું એક્શન મોડવાળું રૂપ જોવા મળ્યુ છે. આજે સવારે તેઓ અચાનક સુરતના પાલ RTOની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે RTO કચેરીમાં થતી કામગીરીની સમીક્ષા કરી. જેવી જ હર્ષ સંઘવીના RTO કચેરી ખાતે પહોંચ્યા સરકારી અધિકારીઓને જાણ થઇ કે તેઓ તરત જ કચેરી ખાતે દોડી આવ્યા.

હર્ષ સંઘવીએ આરટીઓ ખાતે પહોચીને અલગ અલગ વિભાગમાં વિઝીટ કરી હતી અને આ સાથે તેમણે સ્ટાફ સાથે વાતચીત પણ કરી હતી. આ ઉપરાંત RTO કચેરી ખાતે લાયસન્સ, નંબર પ્લેટ સહિતના કામ અર્થે આવેલ અરજદારો સાથે ચર્ચા કરી હતી અને તેમની ફરિયાદ પણ સાંભળી હતી. જણવી દઇએ કે, હર્ષ સંઘવીની સરપ્રાઇઝ વિઝિટનું કારણ એ હોઇ શકે છે કે સુરત RTO કચેરીમા ગેરરીતિ થતી હોવાની અનેક વખત ફરિયાદો મળી હતી.

કદાચ આને લઇને જ તેઓ આજે અચાનક RTOની સરપ્રાઈઝ મુલાકાતે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ પહેલા તેમણે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલની ઓચિંતી મુલાકાત લીધી હતી અને તે દરમિયાન તેમણે જેલના ટોચના અધિકારીઓ સાથે બેઠક કરીને ચર્ચાઓ કરી હતી. તેઓ શાહીબાગ ખાતેનો કાર્યક્રમ પડતો મૂકીને સાબરમતી જેલ પહોંચ્યા હતા અને તેમની સાથે રાજય જેલ વડા પણ હાજર રહ્યા હતા.

Shah Jina